કાબુલમાં તાલિબાનની દસ્તક, 129 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી

ભારતે કાબુલથી પોતાના સેંકડો અધિકારીઓ અને નાગરિકોને રેસ્ક્યૂ કરવા માટે તત્કાળ પ્લાન બનાવ્યો છે. તાલિબાનની રાજધાની કાબુલમાં એન્ટ્રી થઈ ગયાના રિપોર્ટ્સ બાદ ત્યાં લોકોમાં ડર પેદા થયો છે.  એર ઈન્ડિયાની ફ્લાઈટ 129 મુસાફરોને લઈને કાબુલથી દિલ્હી આવી પહોંચી છે. 

કાબુલમાં તાલિબાનની દસ્તક, 129 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી

નવી દિલ્હી: ભારતે કાબુલથી પોતાના સેંકડો અધિકારીઓ અને નાગરિકોને રેસ્ક્યૂ કરવા માટે તત્કાળ પ્લાન બનાવ્યો છે. તાલિબાનની રાજધાની કાબુલમાં એન્ટ્રી થઈ ગયાના રિપોર્ટ્સ બાદ ત્યાં લોકોમાં ડર પેદા થયો છેએર ઈન્ડિયાની ફ્લાઈટ 129 મુસાફરોને લઈને કાબુલથી દિલ્હી આવી પહોંચી છે. 

દરેક ઘટનાક્રમ પર સરકારની નજર
સરકાર કાબુલમાં ભારતીય દૂતાવાસના પોતાના કર્મચારીઓ અને ભારતીય નાગરિકોના જીવ કોઈ પણ કિંમતે જોખમમાં મૂકવા માંગશે નહીં. આથી ઈમરજન્સી સ્થિતિમાં બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. એક અધિકારીએ જણાવ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહી છે. અમે કાબુલમાં ભારતીય દૂતાવાસમાં પોતાના કર્મચારીઓના જીવ જોખમમાં મૂકીશું નહીં. જ્યારે પૂછવામાં આવ્યું કે કાબુલમાં ભારતીય કર્મચારીઓ અને નાગરિકોને ક્યારે કાઢવામાં આવશે તો તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ સ્થિતિ જોઈને નિર્ણયો લેવાઈ રહ્યા છે. 

IAF નું C-17 વિમાન પણ તૈયાર
હાલાત જોતા એક ભારતીય વાયુસેનાનું વિમાન C-17 ગ્લોબમાસ્ટરના કાફલાને લોકો અને કર્મચારીઓને કાઢવા માટે તૈયાર રાખવામાં આવ્યું છે. કાબુલથી મળતા રિપોર્ટ્સ મુજબ તાલિબાનના આતંકીઓએ શહેરના બહારના વિસ્તારોમાં એન્ટ્રી મારી દીધી છે જેના કારણે ત્યાં રહેતા લોકોમાં ડર અને ગભરાહટ પેદા થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબ્જો જમાવી લીધો છે. 

34માંથી 25 સ્ટેટ કેપિટલ પર કબ્જો
તાલિબાને કંધાર, હેરાત, મજાર એ શરીફ, અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34માંથી 25 પ્રાંતીય રાજધાનીઓ પર કબ્જો જમાવી લીધો છે. જો કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવને ટ્વિટર પર કહ્યું કે કાબુલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને હજુ તેમના પર હુમલો થયો નથી. જો કે છૂટા છવાયા ફાયરિંગની ઘટનાઓ ઘટી છે. તેમણે જણાવ્યું કે અફઘાન સુરક્ષાદળો પોતાના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. જેથી કરીને કાબુલની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. 

અનેક દેશોના દૂતાવાસ ખાલી
અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાબુલમાં નાગરિકોની સુરક્ષા મામલે સુરક્ષા અધિકારીઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણની યોજના બનાવવામાં આવી રહી છે. કાબુલમાં સ્થિતિ બગડતા અમેરિકા સહિત અનેક દેશોના દૂતાવાસોએ શહેરથી પોતના કર્મચારીઓને કાઢવાનું શરૂ કરી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news