રાજકોટમાં બંધ ઓરડીમાં ચાલતો ગર્ભપાતનો ગોરખધંધો પકડાયો, 12 પાસ મહિલા કરતી હતી આ કામ

રાજકોટમાં ઓરડી ભાડે રાખી ગર્ભ પરીક્ષણ કરવાનું મોટું કૌભાંડ પકડાયું છે. પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. ધોરણ 12 પાસ સરોજ ડોડીયા નામની મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. સરોજ ડોડિયા રૂપિયા 18 હજારમાં ગર્ભપાત કરતી હતી. રૈયારોડ પર આવેલ શિવપરામાં મકાન ભાડે રાખીને મહિલા દ્વારા આ કૃત્ય આચરવામાં આવતું હતું. SOG ગર્ભપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. મનપા આરોગ્ય અધિકારી લલિત વાજા સમગ્ર મામલે ફરિયાદી બન્યા છે. 
રાજકોટમાં બંધ ઓરડીમાં ચાલતો ગર્ભપાતનો ગોરખધંધો પકડાયો, 12 પાસ મહિલા કરતી હતી આ કામ

નવનીત લશ્કરી/રાજકોટ :રાજકોટમાં ઓરડી ભાડે રાખી ગર્ભ પરીક્ષણ કરવાનું મોટું કૌભાંડ પકડાયું છે. પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. ધોરણ 12 પાસ સરોજ ડોડીયા નામની મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. સરોજ ડોડિયા રૂપિયા 18 હજારમાં ગર્ભપાત કરતી હતી. રૈયારોડ પર આવેલ શિવપરામાં મકાન ભાડે રાખીને મહિલા દ્વારા આ કૃત્ય આચરવામાં આવતું હતું. SOG ગર્ભપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. મનપા આરોગ્ય અધિકારી લલિત વાજા સમગ્ર મામલે ફરિયાદી બન્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્ક્વોડનાં મહિલા પોલીસને રાજકોટના કનૈયા ચોકમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચાલી રહ્યો છે તેવી માહિતી મળી હતી. જેથી SOG પોલીસની બાતમી આધારે રાજકોટ SOG પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતું. આરોપીઓને પકડવા માટે ડમી ગ્રાહકો તૈયાર કરવામાં આવ્યા હતા. પોલીસે મનપાના આરોગ્ય વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂમનો માહોલ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું કે, ગર્ભ-પરીક્ષણ કરવા માટે રૂપિયા 18,000ની ફી નક્કી કરવામાં આવી હતી. ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો 20 હજાર રૂપિયા અલગથી આપવાના રહેશે. આમ પોલીસે ડમી ગ્રાહક મોકલી આખું કરસ્તાન ઝડપી પાડ્યું હતું. ગર્ભ પરીક્ષણ સાથે સરોજ ડોડિયા ગર્ભપાત પણ કરતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : વલસાડમાં ભારે વરસાદનો માહોલ : 12 કલાકમાં વાપીમાં 4.36 ઈંચ વરસ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સરોજ ડોડિયા માત્ર ધોરણ 12 સુધી ભણેલી છે. તે મકાનમાં ગર્ભ-પરીક્ષણનું મશીન અને સાધનો રાખી આ ગોરખધંધો ચલાવતી હતી. તેણે અત્યાર સુધી 30 થી વધુ ગર્ભ-પરીક્ષણ કર્યાં છે. પોલીસે તેની સાગરિક હેતલબા ઝાલાને પણ પકડી પાડી છે. બંને સામે પી.સી. એન્ડ પી.એન.પી.ટી. એકટ 1994ની કલમ 3, 4, 6, 18 તથા નિયમ 3, 4, 6 તથા IPCની કલમ 315, 511 મુજબ ગુનો દાખલ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news