તાલિબાન પર હવે તવાઈ શરૂ! ભૂખે મરશે તાલિબાન, IMF એ આપ્યો મોટો ઝટકો
અમેરિકા પછી, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) એ પણ તાલિબાન (Taliban) ને મોટો ઝટકો આપ્યો છે અને અફઘાનિસ્તાન (Afghanistan) ને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
- તાલિબાન ભૂખે મરશે, IMF એ આપ્યો મોટો ફટકો
IMF એ સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે
તાલિબાનને હવે કોઈ નવી મદદ મળશે નહીં
અમેરિકાએ 706 અબજ રૂપિયાથી વધુની સંપત્તિ પણ જપ્ત કરી છે
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાન (Taliban) ને ચારેય તરફથી ઝટકા મળવા લાગ્યાં છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકા (US) એ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. એક તરફ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન બેફામ બનીને ત્યાંની સંપત્તિનો ઉપયોગ કરી રહ્યું છે. તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાનની પ્રજાને પ્રતાડિત કરી રહ્યાં છે. અફઘાની લોકો હવે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. સ્થિતિ એવી થઈ છેેકે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ પણ જીવ બચાવીને નાસી છૂટવાનો વારો આવ્યો છે. જોકે, આ સિક્કાની માત્ર એક જ બાજુની વાત છે. બીજુ પાસું એવું છેકે, વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાનને કેટલીક મદદો મળતી હતી, જે હવે ત્યાં તાલિબાની કબજો થયો હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. IMF એ તાલિબાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે.
IMF ઈમરજન્સી રિઝર્વને કર્યું બ્લોકઃ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFના નિર્ણય બાદ તાલિબાનના કબજા હેઠળનું અફઘાનિસ્તાન હવે આઇએમએફના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં હવે તેને કોઇ નવી મદદ મળશે નહીં. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 46 મિલિયન ડોલર એટલે કે લગભગ 3416.43 કરોડ રૂપિયાના ઈમરજન્સી રિઝર્વમાં અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી છે.
હવે સાવ કંગાળ બનીને રહેશે તાલિબાન:
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સમક્ષ મંગળવારે અમેરિકાએ સેન્ટ્રલ બેંક ઓફ અફઘાનિસ્તાનની સંપત્તિ સ્થિર કરી દીધી હતી, જેની કિંમત આશરે 9.5 અબજ ડોલર અથવા આશરે 706 અબજ રૂપિયા છે. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડનો પુરવઠો પણ બંધ કરી દીધો છે જેથી દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જાય. આવી સ્થિતિમાં તાલિબાન ભલે બંદૂકના જોરે 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં પાછો ફર્યો હોય, પરંતુ આ હોવા છતાં તાલિબાન સાવ કંગાળ બનીને રહી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે