Thailand Shooting: મૃત્યુઆંક 26 થયો, આડધડ ફાયરિંગ કરીને મોલમાં છૂપાયેલો હત્યારો સૈનિક ઠાર
Trending Photos
બેંગકોક: થાઈલેન્ડના નાખોન રત્ચાસિમા શહેરમાં એક શોપિંગ મોલમાં શનિવારે આડેધડ ફાયરિંગ કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારનારા વ્યક્તિને પોલીસે આજે ઠાર કર્યો. એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે આ જાણકારી આપી. ધ નેશન અખબાર મુજબ રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ પોલ જેન ચાકથિપ ચાઈજિંદાએ આ સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું. આ ઘટનામાં મૃત્યુઆંક 26 થયો છે.
હુમલાખોર એક જૂનિયર અધિકારી જાકરાફંથ થોમ્મા ફાયરિંગ બાદ કોરાટ નામથી પ્રસિદ્ધ ટર્મિનલ 21 શોપિંગ મોલમાં છૂપાઈ બેઠો હતો. પોલીસ અને અન્ય સૈન્ય દળોએ ટર્મિનલ 21 મોલને સીલ કરી દીધો હતો.
#BREAKING 27 dead, including gunman, in 'unprecedented' mass shooting, motive was "personal problem" over house sale, says Thai PM pic.twitter.com/zIoiw7GNCJ
— AFP news agency (@AFP) February 9, 2020
ધ નેશનના રિપોર્ટ મુજબ સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનના કારણે આખી રાત ફાયરિંગના અવાજ સંભળાતા હતાં. અનેક લોકો હજુ પણ મોલમાં છૂપાયેલા કે પછી સંદિગ્ધ દ્વારા બંધક બનાવાયા હોવાની આશંકા છે.
આ બધા વચ્ચે જનસ્વાસ્થ્ય મંત્રી અનુટિલ ચર્નવિકાકુલે રવિવારે સવારે પોતાના ફેસબુક બેજ પર સંદિગ્ધને ઠાર કરવા બદલ સુરક્ષાદળોને શુભેચ્છા પાઠવી. બીબીસીએ તેમના ફેસબુકના હવાલે કહ્યું કે 'આ સ્થિતિને ખતમ કરવા બદલ પોલીસ અને સેનાનો ધન્યવાદ, શૂટરને ઠાર મરાયો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે