Corona Virus ને લઇને આવ્યા સારા સમાચાર, WHO જલદી કરશે જાહેરાત

કોરોના વાયરસ  (Corona Virus) ગત એક હાહાકાર મચાવ્યો છે. એક તો આ વાયરસ ફેલાય તેની ખબર પણ પડતી નથી. બીજું, આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી દુનિયામાં કોઇ અસરકારક રસી બની શકી નથી. પરંતુ આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સારા સમાચાર આવી રહ્યા છે. WHOનો દાવો છે કે હવે કોરોના વાયરસ ફેલવાના દરમાં ઘટાડો આવ્યો છે.

Corona Virus ને લઇને આવ્યા સારા સમાચાર, WHO જલદી કરશે જાહેરાત

નવી દિલ્હી: કોરોના વાયરસ  (Corona Virus) ગત એક હાહાકાર મચાવ્યો છે. એક તો આ વાયરસ ફેલાય તેની ખબર પણ પડતી નથી. બીજું, આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી દુનિયામાં કોઇ અસરકારક રસી બની શકી નથી. પરંતુ આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સારા સમાચાર આવી રહ્યા છે. WHOનો દાવો છે કે હવે કોરોના વાયરસ ફેલવાના દરમાં ઘટાડો આવ્યો છે. આ સંક્રમણને ખતમ થવાની જલદી જ જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસ સામે લડવા માટે રસી તૈયાર થઇ ચૂકી છે. આ રસી ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાનું છે. આ દરમિયાન ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 1114 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 44,730 સંક્રમિત છે. 

WHO એ આપ્યા વધુ એક સારા સમાચાર
WHOના મહાનિર્દેશક ટ્રેડોસ અધનોમ ઘેબ્રેસુસનું કહેવું છે કે મહિના પહેલાં જે ઝડપથી આ સંક્રમણએ લોકો પર હુમલો કર્યો હતો. તેની ધાર હજુ સુધી ઓછી થઇ નથી. હાલના આંકડા મુજબ ચીનમાં પણ દરરોજ સંક્રમિત થવાના કેસમાં ઘટાડો થયો છે. એવામાં WHO જલદી આ વાયરસને કાબૂમાં કરવાનો દિવસ નક્કી કરી શકે છે. બસ તેના માટે થોડા દિવસો રાહ જોવી પડશે. આ ઉપરાંત ચીની વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર એન્ટિવાયરલ રસીનું જલદી ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાનું છે. આગામી થોડા દિવસોમાં આ રસી તૈયાર થઇ જશે. 

આખી દુનિયામાં આતંક મચાવી ન શક્યો કોરોના વાયરસ
કોરોના વાયરસ ભલે ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂક્યો છે, પરંતુ એક સારી વાત એ છે કે અત્યાર સુધી કોરોના વાયરસ ચીનની બહાર પોતાનો આતંક મચાવી શક્યો અંથી. હાલના રિપોર્ટ અનુસાર વાયરસથી મરનાર 1114માંથી માત્ર એક જ વ્યક્તિનું ચીનની બહાર મોત થયું છે. આ ઉપરાંત ચીનની બહાર અન્ય દેશોમાં કોરોના વાયરસ સંક્રમિત લોકો હવે ઠીક થવા લાગ્યા છે. તેનો અર્થ એ છે કે હવે કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવા લાગ્યું છે. 

ફક્ત અડવાની ફેલાવવા લાગે છે સંક્રમણ
ચીનના સ્વાસ્થ્ય વિભાગે કન્ફોર્મ કર્યું છે કે હવે આ વાયરસ વધુ ઘાતક થઇ ગયો છે. સંક્રમણના આંકડાના આધારે ચીની સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે હવે કોરોના વાયરસ ખૂબ ઘાતક સ્વરૂપ લેવા લાગ્યો છે. કોઇ સંક્રમિત વ્યક્તિને અડવાથી આ વાયરસ બીજા વ્યક્તિમાં ટ્રાંસમિટ થઇ શકે છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news