wuhan coronavirus

અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે

સુરત (Surat) માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોના (Corona Virus) થી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે. 

Jul 13, 2020, 08:13 AM IST

સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ પુનઃ શરૂ કરાયું, વાલીઓએ ફી ન ભરતા કરાયું હતું બંધ

પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prjapati) ની સી.કે.પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ ફરીથી શરૂ કરાયું છે. વાલીઓએ ફી ન ભરતા શાળાનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. ડી.ઈ.ઓની સૂચના બાદ શાળા દ્વારા ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. 

Jul 13, 2020, 07:57 AM IST

Corona સામે લડતમાં આયુર્વેદિક ઉપાય જ આવી રહ્યાં છે કામ, દર્દીઓને અપાય છે આ ખાસ 'દવા'

કોરોના (Corona Virus) થી સંક્રમિત દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે તેમને હળદરવાળું દૂધ અને આયુર્વેદિક મિશ્રણોનો ખાસ ઉકાળો પીવા માટે આપવામાં આવી રહ્યો છે. દિલ્હીના છતરપુર સ્થિત રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં બનાવવામાં આવેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર (Sardar Patel Covid Care Center)માં દર્દીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્ત્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધને રવિવારે રાધા સ્વામી સત્સંગ વ્યાસ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને કેન્દ્રમાં કોવિડ 19ના મેનેજમેન્ટની સમીક્ષા કરી. 

Jul 13, 2020, 07:43 AM IST

BMCએ અમિતાભ બચ્ચનના ચારેય બંગલા કર્યા સીલ, કન્ટેઈમેન્ટ ઝોન જાહેર

બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)એ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ચારેય બંગલાને સીલ કરી દેવામાં આવ્યા છે. ચારેય બંગલાને કોરોના પ્રભાવિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2020, 06:18 PM IST

ઉત્તર પ્રદેશમાં કોરોનાને હંફાવવા માટે લોકડાઉનનો નવા પ્રકારનો ફોર્મ્યુલા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના  (Corona Virus) સંક્રમણના વધતા પ્રસારને રોકવા માટે યોગી આદિત્યનાથ (Yogi Adityanath)  સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યુપીમાં હવે કામકાજના દિવસોને 5 દિવસના કરી નાખ્યા છે. અઠવાડિયાના બે દિવસ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. યોગી સરકારના આ નિર્ણય મુજબ યુપીમાં કાર્યાલય અને બજારો સોમવારથી લઈને શુક્રવાર સુધી ખુલ્લા રહેશે. 

Jul 12, 2020, 01:15 PM IST

શું કરણ જોહર અને નીતૂ કપૂરને પણ થયો કોરોના? જાણો સત્ય

ટ્વીટર યૂઝરે રણબીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર, રિદ્ધિમા કપૂર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તે સમાચાર શેર કર્યાં હતા. 

Jul 12, 2020, 12:53 PM IST

અનુપમ ખેરના પરિવારમાં પણ કોરોના, માતા અને ભાઈ સહિત 4 લોકો પોઝિટિવ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. 
 

Jul 12, 2020, 11:26 AM IST

બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

પોતાના શબ્દોના માધ્યમથી અમિતાભ બચ્ચને લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમના વિરુદ્ધ હિંમત બનાવી રાખવા માટે પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને આ કવિતા શેર કરી હતી. 

Jul 12, 2020, 11:00 AM IST

Corona Update: રોજેરોજ તૂટી રહ્યાં છે રેકોર્ડ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, ચોંકાવનારા આંકડા

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે ફરીથી એકવાર તમામ રેકોર્ડ તોડીને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28,637 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 551 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8,49,553 થયો છે. જેમાંથી 2,92,258 એક્ટિવ કેસ છે તથા 5,34,621 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 22,674 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Jul 12, 2020, 10:27 AM IST

મહારાષ્ટ્ર: રાજભવન પહોંચી ગયો જીવલેણ વાયરસ, 18 કર્મચારી કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં રાજભવન સુધી કોરોના વાયરસ (Corona Virus) પહોંચી ગયો છે. રાજભવનના કુલ 100 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં જેમાંથી 18 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 100માંથી અત્યાર સુધી 55થી 57 લોકોના રિપોર્ટ આવ્યાં છે જ્યારે બાકીના રિપોર્ટ આવવાના બાકી છે. 

Jul 12, 2020, 10:08 AM IST

નાણાવટી હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન, જાણો કેવી છે અમિતાભ અને અભિષેકની તબિયત

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ ફરીથી એકવાર તેમના કોરોના ટેસ્ટ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ બંનેની હાલાત હાલ સ્થિર છે. બંનેને હળવા લક્ષણો જેમ કે તાવ અને શરદી છે. 

Jul 12, 2020, 08:18 AM IST

કોરોના: એશ્વર્યા, જયા અને આરાધ્યા બચ્ચનના કોરોના એન્ટિજન રિપોર્ટ બાદ હવે Swab રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અમિતાભે પોતે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બંને હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ બાજુ જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનના COVID-19 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.

Jul 12, 2020, 07:15 AM IST

જીવલેણ કોરોના આગળ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ થયા લાચાર, ના..ના.. કરતા પહેર્યો માસ્ક

કોરોનાકાળમાં માસ્ક ન પહેરવાની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે અને અનેક મોટી મોટી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાએ વર્ષ 2020ના છ મહિના તો આમ જ પૂરા કરી દીધા. આ વધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર માસ્ક પહેરેલા જોવા મળ્યાં. તેમનું માસ્ક પહેરીને ફરવું મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે અગાઉ તેઓ માસ્ક પહેરવાની સતત ના પાડતા હતાં.

Jul 12, 2020, 06:48 AM IST

Corona Virus: વિશ્વભરમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસનો શું હવામાં જ થઈ જશે ખાતમો?

કોરોના વાયરસ (Corona Virus) નો તોડ શોધી રહેલા ચિકિત્સા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેમણે આખરે કોરોનાના સંહાર માટે એક હથિયાર બનાવી જ લીધુ છે. આ હથિયાર કોરોના વાયરસને હવામાં જ મારી નાખશે. વૈજ્ઞાનિકોનું આ હથિયાર છે એક એર ફિલ્ટર.આ એર ફિલ્ટરની જાણકારી આપતો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે. 

Jul 10, 2020, 02:22 PM IST

Corona Update: દેશમાં રોજ તૂટી રહ્યાં છે કોરોનાના રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 26 હજાર કરતા વધુ કેસ

જેમ જેમ છૂટછાટ વધી રહી છે તેમ તેમ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 26,506 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાથી 475 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 7,93,802 પર પહોંચ્યો છે. જેમાંથી 2,76,685 એક્ટિવ કેસ છે જ્યારે  4,95,513 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી કુલ 21,604 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Jul 10, 2020, 10:44 AM IST

બોલિવિયાના રાષ્ટ્રપતિને થયો કોરોના, આઈસોલેશનમાં રહેશે

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અનેક જાણીતી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. હવે બોલિવિયાના વચગાળાના રાષ્ટ્રપતિ જીનિન અંઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે શુક્રવારે પોતે આ અંગે જાણકારી આપી. 

Jul 10, 2020, 07:04 AM IST

India Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ઈન્ડિયા ગ્લોબલ વીક (India Global Week) ને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવા ટેલેન્ટ પાવરનું હબ છે કે જે દુનિયામાં પોતાની પહોંચ દેખાડવા ઈચ્છે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વયારસ સંકટ અને અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારો પર વાત કરી. આ સાથે જ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા જણાવ્યું. 

Jul 9, 2020, 02:16 PM IST

Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો

દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે તો તમામ રેકોર્ડ તૂટ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 24879 દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં 487 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ 767296 કેસ થયા છે. જેમાંથી 269789 એક્ટિવ કેસ છે અને 476378 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોવિડ 19થી અત્યાર સુધીમાં કુલ 21129 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Jul 9, 2020, 11:41 AM IST

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટીલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. તેમની તબીયતમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી અપાતા ઓક્સિજનની માત્રા વધારવાની ડોક્ટરને ફરજ પડી છે. 

Jul 8, 2020, 02:13 PM IST

દેશની સર્વપ્રથમ કોરોના રસી આ યુવકને અપાશે, ખાસ જાણો આ વ્યક્તિ વિશે

કોરોના વાયરસ (Corona Virus) સામે લડવા માટે દેશમાં રસી બની ગઈ છે. આગામી અઠવાડિયે આ નવી રસીની ક્લિનિકલ ટ્રાયલ (Clinacal Trials)  શરૂ થઈ રહી છે. પરંતુ તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે દેશમાં સૌથી પહેલા આ રસીની ટ્રાયલ માટે વ્યક્તિની પણ પસંદગી થઈ ગઈ છે. હ્યુમન ટ્રાયલ (Human Trials) માટે સૌથી પહેલુ નામ ચિરંજીત ધીબરનું સામે આવ્યું છે. વ્યવસાયે શાળાના શિક્ષક એવા ચિરંજીત પર આગામી અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. તેમને પરિક્ષણ માટે આઈસીએમઆરના ભુવનેશ્વર કેન્દ્ર આવવાનું રહેશે. 

Jul 8, 2020, 01:19 PM IST