Myanmar: વિરોધ પ્રદર્શનમાં અપાઈ રહી છે 'ત્રણ આંગળીથી સલામી', જાણો તેનો શું છે અર્થ

1 ફેબ્રુઆરીના રોજ મ્યાન્માર (Myanmar) ની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર કબ્જો જમાવી દીધો. તખ્તાપલટ વિરુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે.

Myanmar: વિરોધ પ્રદર્શનમાં અપાઈ રહી છે 'ત્રણ આંગળીથી સલામી', જાણો તેનો શું છે અર્થ

નવી દિલ્હી: 1 ફેબ્રુઆરીના રોજ મ્યાન્માર (Myanmar) ની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર કબ્જો જમાવી દીધો. તખ્તાપલટ વિરુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન (Protest) bદરમિયાન લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ત્રણ આંગળની 'સલામી' (Three-Finger Salute) અપાઈ રહી છે. વિરોધની આ રીત લોકોનું ખુબ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. પ્રતિરોધનું પ્રતિક ત્રણ આંગળી ગત વર્ષ ઓક્ટોબરમાં પાડોશી દેશ થાઈલેન્ડ(Thailand) માં રાજા મહા વિરાલોંગકોર્નની રાજાશાહી વિરુદ્ધ પ્રદર્શનોમાં પણ જોવા મળ્યું હતું. 

ત્રણ આંગળીની સલામીનો શું અર્થ?
સુજૈન કોલિન્સ દ્વારા હંગર ગેમ્સના પુસ્તકો અને ફિલ્મોમાં આ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મ્યાન્મારમાં પહેલીવાર ચિકિત્સાકર્મીઓ દ્વારા તખ્તાપલટનો વિરોધ કરતી વખતે ત્રણ આંગળીઓની સલામીનો પ્રયોગ કરાયો હતો. ત્યારથી યુવા પ્રદર્શનકારીઓ દ્વારા અપનાવવામાં આવ્યો અને બાદમાં ફોર્સઓવર અધિગ્રહણના એક અઠવાડિયા બાદ સોમવારે યંગુનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યો. 

હંગર ગેમ્સ ફ્રેન્ચાઈઝીમાં ત્રણ આંગળીની સલામી (Three-Finger Salute) આપવામાં આવે છે. તે દબાયેલા-કચડાયેલા, શોષિત લોકો દ્વારા રાષ્ટ્રપતિ સ્નો નામના એક તાનાશાહ વિરુદ્ધ એકજૂથતા વ્યક્ત કરવા માટે પ્રદર્શિત કરાઈ હતી. જેનિફર લોરેન્સ દ્વારા  ફિલ્મોમાં નિભાવવામાં આવેલા કટનીસ એવરડેન નામના પાત્રની ત્રણ આંગળીની સલામીએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. બાદમાં તે 2014માં દક્ષિણ-પૂર્વ એશિયામાં તખ્તાપલટના વિરોધમાં વિરોધનું પ્રતિક બની ગયું. તે દરમિયાન થાઈલેન્ડના તમામ યુવા સૈન્ય તખ્તાપલટના વિરોધમાં એક શોપિંગ મોલની સામે ભેગા થયા હતા. આ દરમિયાન એક  કાર્યકરે ત્રણ આંગળની સલામી આપતા હાથ ઉઠાવ્યો તો રેલીમાં સામેલ અન્ય લોકોએ તેનું સ્વાગત કર્યું. 

અંબ્રેલા રિવોલ્યૂશનમાં થયો હતો પ્રયોગ
2014માં હોંગકોંગની  Umbrella Revolution માં પણ  આ પ્રકારે પ્રદર્શન જોવા મળ્યું હતું. જો કે અહીંની સેના દ્વારા ત્રણ આંગળીની સલામીના પ્રદર્શન પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ તાનાશાહી વિરુદ્ધ આ પ્રકારે પ્રદર્શન થતું રહ્યું છે. અત્રે જણાવવાનું કે મ્યાન્માર (Myanmar) માં 2010થી લોકતાંત્રિક સુધારા પર કામ શરૂ થયું છે. ઈન્ટરનેટના ઉપયોગમાં ઝડપથી વધારો થયો છે. ત્યારબાદ અહીંની નવી પેઢી વિરોધના નવા પ્રતિકોનો ઉપયોગ કરવા લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news