Plane Collide: આકાશમાં ઉડતા બે વિમાન ટકરાયા, બંને પાઈલટના મોત, કેમેરામાં કેદ થઈ ઘટના

Two Plane Collide in Sky Pilot Death: વિમાન અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં અમેરિકાના એક પ્લેનમાં આગ લાગવાની ખબર આવી ત્યારેબાદ ફ્રાન્સનું એક વિમાન રનવેથી લપસીને ઝીલમાં પહોંચી ગયું. આ જ કડીમાં હવે જર્મનીથી એક એવા સમાચાર આવ્યા છે જે જાણીને હચમચી જવાય. જેમાં બે નાના વિમાન એટલા ભયંકર રીતે પરસ્પર ટકરાયા કે બંને વિમાન બળીને ભસ્મીભૂત બની ગયા. 

Plane Collide: આકાશમાં ઉડતા બે વિમાન ટકરાયા, બંને પાઈલટના મોત, કેમેરામાં કેદ થઈ ઘટના

Two Plane Collide in Sky Pilot Death: વિમાન અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં અમેરિકાના એક પ્લેનમાં આગ લાગવાની ખબર આવી ત્યારેબાદ ફ્રાન્સનું એક વિમાન રનવેથી લપસીને ઝીલમાં પહોંચી ગયું. આ જ કડીમાં હવે જર્મનીથી એક એવા સમાચાર આવ્યા છે જે જાણીને હચમચી જવાય. જેમાં બે નાના વિમાન એટલા ભયંકર રીતે પરસ્પર ટકરાયા કે બંને વિમાન બળીને ભસ્મીભૂત બની ગયા અને બંને પાઈલટના પણ દર્દનાક મોત થયા. 

પાઈલટ કોઈ ખાસ પેટર્નની ટ્રેનિંગ લઈ રહ્યા હતા
હકીકતમાં આ ઘટના જર્મનીના લેમનિઝ એરફિલ્ડની છે. ધ સનના એક રિપોર્ટ મુજબ આ બધુ ત્યારે થયું જ્યારે બંને વિમાનના પાઈલટ કોઈ ખાસ પેટર્નની ટ્રેનિંગ કરી રહ્યા હતા. બંને પાઈલટ મિરર ફ્લાઈટ માટે એક ટ્રેનિંગ લઈ રહ્યા હતા. આ દરમિયાન બંને વિમાન એક બીજાને સમાંતર ઉડાણ ભરી રહ્યા હતા. આ બધા વચ્ચે કઈંક એવું થયું કે બંને વિમાન પરસ્પર ભીડી ગયા. 

બંને વિમાન ટકરાયા અને જમીન પર પડ્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવા બંને વિમાન ટકરાયા કે અચાનક આગ લાગી ગઈ અને બંને વિમાન જમીન પર પડ્યા. તેમના પડતા જ હડકંપ મચી ગયો અને અફરાતફરી વચ્ચે તત્કાળ રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું. પરંતુ આ બધા વચ્ચે ફાયર વિભાગના એક પ્રવક્તાએ ટક્કર બાદ બે પાઈલટના મોતની પુષ્ટિ કરી દીધી. 

— Die Hoffnung stirbt zuletzt (@green_grap) September 24, 2022

ટક્કર બાદ બંને એક બીજામાં ફસાઈ ગયા
રિપોર્ટ મુજબ બંને પાઈલટ પોતાના વિમાન સાથે એરોબેટિક્સમાં એક જેવી ટ્રેનિંગ કરી રહ્યા હતા. પરંતુ બંને પરસ્પર જ ટકરાઈ ગયા. આ અકસ્માત શનિવાર સાંજે થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વિમાન આકાશમાં કરતબ દેખાડી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની ટક્કર થઈ. ટક્કર બાદ બંને ફસાઈ ગયા અને જમીન પર પડ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news