બ્રિટનના લીડ્સમાં તોફાન ફાટી નીકળ્યા, રસ્તાઓ પર ઉત્પાત, આગજની અને હિંસા, જુઓ Video

આ તોફાનોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતાપિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખવાનું કહેવાઈ રહ્યું છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્સના હેયરહિલ્સ વિસ્તારની લક્ઝરી સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય મુજબ પાંચ વાગે લોકોની ભીડ ભેગી થવાની શરૂ થઈ ગઈ હતી.

બ્રિટનના લીડ્સમાં તોફાન ફાટી નીકળ્યા, રસ્તાઓ પર ઉત્પાત, આગજની અને હિંસા, જુઓ Video

યુનાઈટેડ  કિંગડમના લીડ્સ શહેરમાં ગત રાતે ભારે તોફાનો થયા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચે ભેગા થઈ ગયા અને ઉત્પાત મચાવ્યો. આ લોકોએ એક બસમાં આગ લગાવી દીધી. પોલીસની ગાડીઓ ઉપર પણ હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ  શકાય છે. 

આ તોફાનોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતાપિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખવાનું કહેવાઈ રહ્યું છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્સના હેયરહિલ્સ વિસ્તારની લક્ઝરી સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય મુજબ પાંચ વાગે લોકોની ભીડ ભેગી થવાની શરૂ થઈ ગઈ હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ જલદી ભીડ ઉગ્ર થઈ અને જોત જોતામાં તો તોફાનો થવા લાગ્યા. જો કે હજુ સુધી આ હુમલામાં કોઈ પણ વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર નથી. 

Social services removed 5 children from parents after a 7 month old baby was taken to hospital with a head injury.

They attacked the Police and are setting things on fire.#Harehills, #Leeds #UK #Riots pic.twitter.com/pYp12oMdWL

— Sulaiman Ahmed (@ShaykhSulaiman) July 18, 2024

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની કાર પર હુમલો કરી રહ્યા છે. ભીડ પોીસ વેનને પલટતા જોવા મળે છે  પરંતુ તે પહેલા તેની બારીના કાચ તોડી રહ્યા છે. 

You can guarantee if this was a white British community, the riot police would have gone in.

The police are so scared of being labelled racist they are literally willing to let the country burn. pic.twitter.com/T0ZcCEURXm

— Turning Point UK 🇬🇧 (@TPointUK) July 18, 2024

એક વીડિયોમાં વ્યક્તિ બસને આગ લગાવતો જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો કચરો ફેંકે છે. એક અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટા ફ્રીઝને લાવીને રસ્તા પર મૂકી આગમાં ફેંકી રહ્યા છે. આ તોફાનોના કારણે અનેક રસ્તા પર ટ્રાફિક બંધ કરાયો છે અને લોકોને સ્થિતિ કાબૂમાં આવે ત્યાં સુધી વિસ્તારમાં જવાથી બચવાની સલાહ અપાઈ છે. 

My thanks go to West Yorkshire police for their response. I am being kept regularly updated.

— Yvette Cooper (@YvetteCooperMP) July 18, 2024

યુકેના ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે લીડ્સમાં ફેલાયેલી અશાંતિના સમાચારોથી તેઓ સ્તબ્ધ છે અને તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લીડ્સ શહેરમાં અચાનક  ભડકેલા તોફાનો પર 26 વર્ષની રીસાએ જણાવ્યું કે તોફાન કરી રહેલા લોકો પોલીસની ગાડીઓ ઉપર પણ હુમલો કરી રહ્યા છે. પોલીસની વેન પર પ થ્થરોથી લઈને ડ્રિંક્સ અને કચરો જે પણ મળે તે ફેંકી રહ્યા છે. 

ગિપ્ટન અને હેયરહિલ્સના કાઉન્સિલર સલમા આરિફે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હેયરહિલ્સમાં હાલ સ્થિતિ ઠીક નથી. 

Cllrs are aware of an on-going incident in Harehills.

Please avoid the area if at all possible. pic.twitter.com/6jMX56kalS

— Salma Arif (@CllrSalmaArif) July 18, 2024

કેમ ભડક્યા તોફાનો
એવું કહેવાય છે કે સ્થાનિક ચાઈલ્ડકેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા પિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર  હોમમાં રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક બાળકોને ચાઈલ્ડ હોમ કેરમાં રાખવામાં આવ્યા છે. હકીકતમાં પ્રશાસનને એવું લાગે છે કે પરિજનોની દેખરેખમાં બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકતો નથી ત્યારે આવા બાળકોને ચાઈલ્ડ હોમ કેરમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news