બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના ટેસ્ટ નેગેટિવ, રવિવારે થયા હતા ડિસ્ચાર્જ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના સંક્રમણ બાદ હવે સ્વસ્થ થઈ ગયા છે. તેમને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ બોરિસ જોનસનને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના ટેસ્ટ નેગેટિવ, રવિવારે થયા હતા ડિસ્ચાર્જ

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમના સત્તાવાર પ્રવક્તાએ સોમવારે તેની જાણકારી આપતા જણાવ્યું કે પીએમ બોરિસનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના સંક્રમિત થયા બાદ હવે સ્વસ્થ થઈ ગયા છે. તેમને રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ બોરિસ જોનસનને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની સ્થિતિ જોતા આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં સેલ્ફ-આઇસોલેશનમાં હતા, જ્યાંથી તેઓ કામ પણ કરી રહ્યાં હતા. 

હોસ્પિટલથી ડિસ્ચાર્જ પણ હજુ નહીં કરે કામ
વડાપ્રધાન બોરિસ જોનસનને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પરંતુ તેઓ હજુ કામ પર પરત ફરશે નહીં. હકીકતમાં મેડિકલ ટીમની સલાહ પર વડાપ્રધાન જોનસન તત્કાલ કામ પર પરત ફરશે નહીં. ડિસ્ચાર્જ થયા બાદ તેમણે સારી સારવાર માટે સેન્ટ થોમસ હોસ્પિટલનો આભાર માન્યો હતો. 

કોરોનાથી પરાસ્ત થયું ન્યૂયોર્ક, મૃત્યુઆંક પહોંચ્યો 10,000ને પાર

જોનસનને આઈસીયૂમાં કરવામાં આવ્યા હતા શિફ્ટ
બોરિસ જોનસનને 6 એપ્રિલે આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આઈસીયૂમાં ત્રણ દિવસ રહ્યાં બાદ તેમને જનરલ વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધાર આવતા તેમને રજા આપી દેવામાં આવી હતી. મહત્વનું છે કે જોનસને 23 માર્ચે બ્રિટનમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. તે હેઠળ બધુ બંધ છે, માત્ર જરૂરી સેવાઓ શરૂ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news