Scarlet Fever: કોરોનાની લહેર વચ્ચે બ્રિટનમાં સ્કારલેટ તાવનું તાંડવ, 30 હજાર કેસ, 16 બાળકોના મોત
Scarlet Fever: બ્રિટનમાં જીવલેણ સ્કારલેટ તાવથી 16 બાળકોના મોત થયા છે. આ બધા બાળકો 18 વર્ષથી નાની ઉંમરના હતા. તો અત્યાર સુધી આ સંક્રમણના 30 હજાર કેસ સામે આવ્યા છે. આ વાયરસમાં ભારે તાવ, શરદી અને ગળામાં સોજો આવે છે.
Trending Photos
લંડનઃ ચીનમાં કોરોના વાયરસની લહેર વચ્ચે હવે બ્રિટનમાં સ્કારલેટ તાવે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધુ છે. બ્રિટનમાં આ તાવના 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 16 બાળકોના મોત થયા છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું કે પાછલા સપ્તાહે સ્કારલેટ તાવના 10 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ જીવલેણ તાવથી 16 બાળકોના મોત થયા છે. એટલું જ નહીં અમેરિકા સુધી તેના પહોંચવાનો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે પાછલા 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 27 હજાર લોકો આ તાવથી સંક્રમિત થઈ ચુક્યા છે. એજન્સીએ જણાવ્યું કે પહેલાના અનુમાનથી અલગ મોટા પાસા પર કેસ સામે આવ્યા છે. તેના કારણે સંક્રમણમાં ખુબ વધારો થયો છે. આ આંકડો ડોક્ટરો તરફથી આવ્યો છે, જેને સ્થાનીક અધિકારીઓ અને સ્વાસ્થ્ય સુરક્ષા ટીમને તેની જાણકારી આપી હતી. આ પહેલાના અનુમાનથી 128 ટકા વધુ છે.
દર્દીઓની કુલ સંખ્યા 30 હજાર સુધી પહોંચી
આ વર્ષ 2017 અને 2018માં તત્કાલ સમયે આવેલા કેસમાં સૌથી વધુ છે. પરંતુ પાછલા વર્ષે પણ આંકડા વધુ હતા. એજન્સીએ કહ્યું કે 11થી 18 ડિસેમ્બર વચ્ચે 9482 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા 30 હજાર સુધી પહોંચી ગઈ છે. આ સંખ્યા વર્ષ 2017 અને 2018થી વધુ છે. જાણવા મળી રહ્યું છે કે 18 વર્ષથી નાની ઉંમરના 16 બાળકોના મોત થયા છે. સ્કારલેટ તાવ બેક્ટેરિયાને કારણે ફેલાય છે જે વધુ વિકસિત થઈને ઘાતક સંક્રમણ કરી શકે છે.
સ્કારલેટ તાવમાં ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે જેમાંથી ભારે તાવ, શરદી અને ગળામાં સોજો આવે છે. ફોલ્લીઓ લગભગ 12 થી 48 કલાક પછી દેખાય છે. આ બાળકોને ઉલટી પણ થાય છે. આ તાવ હવે અમેરિકામાં ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને જોતા બાઇડેન તંત્ર એલર્ટ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં પણ આ તાવના ઘણા દર્દી છે પરંતુ તેની હજુ ચોક્કસ સંખ્યા મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે