સીટ બેલ્ટ ના લગાવવા પર પીએમ સુનક પર પોલીસની કાર્યવાહી, ફટકાર્યો દંડ

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો પોલીસે તેમને દંડ ફટકાર્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રીનો સીટબેલ્ટ વગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. 

સીટ બેલ્ટ ના લગાવવા પર પીએમ સુનક પર પોલીસની કાર્યવાહી, ફટકાર્યો દંડ

લંડનઃ બ્રિટિશ પોલીસે પ્રધાનમંત્રી ઋષિ સુનકને વીડિયો બનાવતી વખતે ચાલતી કારમાં સીટબેલ્ટ ના બાંધવા બદલ દંડ ફટકાર્યો. પીએમનું નામ લીધા વગર, લેન્કેશેયર પોલીસે કહ્યું કે લંડનના 42 વર્ષીય વ્યક્તિને નિશ્ચિત દંડની શરતી ઓફર સાથે મુક્ત કર્યા હતા.

લેન્કેશેયર પોલીસે ટ્વિટમાં લખ્યું: 'અમે આજે (શુક્રવાર, 20 જાન્યુઆરી 2023)ના રોજ લંડનના એક 42 વર્ષીય વ્યક્તિનો લેન્કેશેયરમાં ચાલતી કારમાં સીટ બેલ્ટ વગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દંડ ફટકાર્યો.. અને દંડ કરીને જ મુક્ત કરવામાં આવ્યા.

આપને જણાવી દઈએ કે  નિશ્ચિત દંડની શરતી ઓફરનો અર્થ એ છે કે જે વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે તેને ચૂકવવવો પડશે.  અને તે 28 દિવસની અંદર ગુનો સ્વીકારે છે. તેમ છતાં, સમાધાન તરીકે, તેઓ મહત્તમ દંડ કરતાં ઓછી ચૂકવણી કરે છે અને આ બાબતે જવાબ આપવા કોર્ટમાં નથી જતા. 

મળતી માહિતી મુજબ પીએમ સુનકને 50 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. જોકે અન્ય મુસાફરોને સીટ બેલ્ટ ના પહેરવા બદલ 100 પાઉન્ડનો દંડ થઈ શકે છે. જો મામલો કોર્ટમાં જાય તો આ દંડ વધીને 500 પાઉન્ડ થઈ શકે છે.

અગાઉ, પ્રધાનમંત્રી ઋષિ સુનકે ચાલતી કારમાં થોડા સમય માટે સીટબેલ્ટ ખોલવા બદલ માફી માગી હતી. તેમના પ્રવક્તાએ કહ્યું કે  પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું છે કે તે ખોટું હતું. સીટ બેલ્ટને કાઢી નાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી માને છે કે દરેક વ્યક્તિએ ડ્રાઈવિંગ વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news