Nancy Pelosi News: તાઇવાન પર ચીનને પડકાર ફેંકનાર નેન્સી પેલોસીના ઘર પર હુમલો, પતિને થઈ ઈજા
US News: હુમલો કરનારને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબીયત સ્થિર છે.
Trending Photos
કેલિફોર્નિયાઃ Nancy Pelosi's Husband Assaulted: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi) પતિ પાઉલ પેલોસી (Paul Pelosi) પર હુમલો થયો છે. સ્થાનીક અધિકારીઓએ જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ચિંતાજનક નથી.
નેન્સી પેલોસીની ઓફિસે જાહેર કરેલા નિવેદન પ્રમાણે તેમના કેલિફોર્નિયા સ્થિત ઘરમાં શુક્રવાર (28 ઓક્ટોબર) એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો અને તેમના પતિ પર હુમલો કરી દીધો હતો.
નિવેદન પ્રમાણે સંબંધિત સુરક્ષા અધિકારીઓએ હુમલો કરનારની ધરપકડ કરી દીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે તેમના પર હુમલો કેમ કર્યો તે વિશે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો પાઇલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટર તેમના પર નજર રાખી રહ્યાં છે.
હુમલાના સમયે નેન્સી ઘર પર નહોતા. તેમની ઓફિસે કહ્યું કે સ્વીકર અને તેમનો પરિવાર ઇમરજન્સી સેવકોનો આભારી છે કે તેમણે સમય પર પ્રતિક્રિયા આપતા સહાયતા પ્રદાન કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે