યૂક્રેન સાથે યુદ્ધ કરવું ભારે પડ્યું? હવે રશિયાએ ભારતના પડોશી સામે ફેલાવ્યા હાથ
યૂક્રેન વિરૂદ્ધ જંગમાં રશિયા ઘણું બધુ દાવ પર લગાવી ચૂક્યું છે. રશિયન સેના ગત 19 દિવસથી યૂક્રેન પર તાબડતોડ હુમલા કરી રહ્યું છે અને આ યુદ્ધમાં બંને દેશોને નુકસાન પહોંચ્યું છે. પરંતુ યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવું રશિયાને ભારે પડી રહ્યું છે. યુદ્ધમાં ના તો ફક્ત તેના સૈનિકોના મોત થયા છે પરંતુ મોટું આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: યૂક્રેન વિરૂદ્ધ જંગમાં રશિયા ઘણું બધુ દાવ પર લગાવી ચૂક્યું છે. રશિયન સેના ગત 19 દિવસથી યૂક્રેન પર તાબડતોડ હુમલા કરી રહ્યું છે અને આ યુદ્ધમાં બંને દેશોને નુકસાન પહોંચ્યું છે. પરંતુ યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવું રશિયાને ભારે પડી રહ્યું છે. યુદ્ધમાં ના તો ફક્ત તેના સૈનિકોના મોત થયા છે પરંતુ મોટું આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે. હવે રશિયાએ ચીન સામે મદદ માટે હાથ ફેલાવ્યા છે.
ચીનને અમેરિકાની ચેતાવણી
અમેરિકાએ એક સિક્યોરિટી એડવાઇઝરીએ કહ્યું કે રશિયાએ ચીન પાસે યૂક્રેન પર હુમલામાં ઉપયોગ કરવા માટે હથિયાર માંગ્યા છે. રશિયાના આ પગલાંએ અમેરિકા અને ચીનની સરકાર વચ્ચે રોમમાં બેઠક પહેલાં તણાવ વધી ગયો છે. આ વાતચીત પહેલાં વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ખુલ્લેઆમ ચીનને આગાહ કર્યા કે તે વૈશ્વિક પ્રતિબંધોથી બચવા માટે રશિયાની મદદ ન કરે.
આ વૈશ્વિક પ્રતિબંધોને રશિયાની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. તેમણે કહ્યું કે અમે આમ થવા દઇશું નહી. ચીન દ્વારા રશિયાને નાણાકીય મદદની ઓફર કરવી રાષ્ટ્રપતિ જો બાઇડેનની ઘણી ચિંતાઓમાંથી એક છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં જ રશિયાએ ચીનના સૈન્ય ઉપકરણો સહિત અન્ય મદદ માંગી છે.
બેઇજિંગ પર જૂઠાણું ફેલાવવાનો આરોપ
બાઇડેન વહીવટીતંત્રે ચીન પર રશિયાને લઇને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ મૂક્યો છે, જે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાના યૂક્રેન પર કેમિકલ એટેક કરવા માટે એક બહાનું હોઇ શકે છે. બાઇડેન વહીવટીતંત્રના અધિકારીઓનું કહેવું છે કે બેઇજિંગ રશિયાના ખોટા દાવાઓને પ્રચાર કરી રહ્યું છે કે યુક્રેન યુએસની મદદથી રાસાયણિક હથિયારોની લેબ ચલાવી રહ્યું છે.
યૂક્રેન પર રશિયાના આક્રમણથી ચીન પોતાના બે સૌથી મોટા વેપારી ભાગીદારો અમેરિકા અને યૂરોપીય સંઘ સાથે નાજુક સ્થિતિમાં આવી ગયું છે. ચીનને આ બજારો સુધી પહોંચની જરૂર છે પરંતુ તેને મોસ્કોના પ્રત્યે પણ સમર્થન જોવા મળ્યું છે. તેણે કહ્યું કે રશિયા સાથે તેમની મિત્રતાની કોઇ સીમા નથી.
અમેરિકા સાથે યોજાશે બેઠક
ચીનના વરિષ્ઠ વિદેશ નીતિ સલાહકાર યાંગ જીચી સાથેની વાતચીતમાં સુલિવાન ચોક્કસપણે ચર્ચા કરશે કે બેઇજિંગ મોસ્કોને કેટલી હદે મદદ કરશે. વાતચીત પર નિવેદન આપતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને યુક્રેનનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું, "આ બેઠકનો મુખ્ય મુદ્દો ગયા નવેમ્બરમાં ચીન અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષોની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં પહોંચેલી મહત્વપૂર્ણ સહમતિને લાગુ કરવાનો છે."
ઝાઓએ મંત્રાલયની વેબસાઇટ પર રવિવારે મોડી રાત્રે પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું તે ચીન-અમેરિકા સંબંધો અને પરસ્પર હિતોના આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તો બીજી તરફ વ્હાઇટ હાઉસે કહ્યું કે વાર્તા ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા પર યૂક્રેન-રશિયા યુદ્ધ પર ફોકસ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
યૂક્રેન સાથે યુદ્ધ મોંઘું પડ્યું
યૂક્રેન સાથે યુદ્ધથી રશિયાને ખૂબ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. નાણામંત્રી એન્ટ્રોન સિલુઆનોવે કહ્યું કે યૂક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખતાં દેશના લગભગ 640 અરબ ડોલર સોના અને વિદેશી મુદ્રા ભંડારનો લગભગ અડધો હિસ્સો ફ્રીજ કરવામાં આવ્યો છે. હવે રશિયા પોતાના લેણદારોને રૂબલની ચૂકવણી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે