Cabbage and Broccoli Pickers Job:  ખેતરોમાંથી કોબીજ તોડવાની નોકરી, પગાર છે 63 લાખ રૂપિયા, બોલો કરવી છે તમારે? વાંચો અહેવાલ

જીવનમાં ખુબ પૈસો કમાવવાની ઈચ્છા કોને ન હોય? અનેકવાર લોકો વધુ સેલરીના ચક્કરમાં પોતાના પ્રોફેશનથી કઈક અલગ કામ પણ કરતા હોય છે.

Cabbage and Broccoli Pickers Job:  ખેતરોમાંથી કોબીજ તોડવાની નોકરી, પગાર છે 63 લાખ રૂપિયા, બોલો કરવી છે તમારે? વાંચો અહેવાલ

નવી દિલ્હી: જીવનમાં ખુબ પૈસો કમાવવાની ઈચ્છા કોને ન હોય? અનેકવાર લોકો વધુ સેલરીના ચક્કરમાં પોતાના પ્રોફેશનથી કઈક અલગ કામ પણ કરતા હોય છે. જો તમને કોઈ એમ કહે કે શાકભાજી તોડવા માટે તમને વાર્ષિક 63 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે તો શું તમે તે કરશો? કોઈ પણ વ્યક્તિ આ ઓફર ફટાક દઈને સ્વીકારી જ લે. આવી જ એક જોબ ઓફર એક ફાર્મિંગ કંપનીએ આપી છે. આ માટે કાયદેસર રીતે જાહેરાત પણ બહાર પાડી છે. 

અંગ્રેજી અખબાર મિરરમાં છપાયેલા એક ખબર મુજબ શાકભાજી તોડવાની આ જોબ યુકેની T H Clements and Son Ltd કંપની તરફથી આપવામાં આવી છે. આ માટે કંપનીએ ઓનલાઈન જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે આખું વર્ષ ખેતરમાંથી કોબીજ અને બ્રોકલી તોડવાની જોબ માટે દર કલાકના 30 યૂરો એટલે કે 3000 રૂપિયા કરતા વધુ મળશે. ગણતરી માંડીએ તો વર્ષમાં આ નોકરી માટે 62400 યૂરો એટલે કે 6311641 રૂપિયા મળશે. આ જોબ કોઈ પણ સ્વીકારી શકે છે. આ કામ માટે શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે કારણ કે આખું વર્ષ આ કામ કરવું પડશે. 

Field Operatives ની શોધમાં
આ જોબ માટે બે જાહેરાત ઓનલાઈન પબ્લિશ કરાઈ છે. એક જાહેરાતમાં કહેવાયું છે કે કંપની કોબીજ તોડવા માટે Field Operatives ની શોધમાં છે. આ જોબથી તમે દર કલાકે 3000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. પરંતુ જો તમે વધુ કમાણી કરવા માંગતા હોવ તો તે તમારા પર નિર્ભર છે. તમે જેટલું કામ કરશો તેટલું કમાશો. 

કામદારોની અછતના પગલે કંપનીએ આપી આ ઓફર
અત્રે જણાવવાનું કે હાલ યુકેમાં ખેતરોમાં કામ કરનારા કામદારો અને ખેત મજૂરીની ખુબ અછત છે. જેના કારણે ત્યાંની સરકાર સીઝનલ એગ્રીકલ્ચરલ વર્કર્સ સ્કીમ હેઠળ કામદારોને 6 મહિના માટે ત્યાં આવીને નોકરી કરવાની તક આપી રહી છે. માત્ર ખેતી જ નહીં બીજા પણ અનેક સેક્ટર્સમાં કામદારોની કમી છે. આથી યુકેમાં હાલ વર્કર્સની માગણી છે અને આ માગણી પૂરી કરવા માટે કંપનીઓ ભારે ભરખમ મહેનતાણું ચૂકવવા માટે પણ તૈયાર છે. યુકેમાં કામદારોના પગારમાં લગભગ 75 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news