VIDEO : પાકિસ્તાનની પકડાઈ ચોરી, ઈમરાનનો મંત્રી હાફિઝ સઈદ સાથે ઝડપાયો કેમેરામાં

VIDEO : પાકિસ્તાનની પકડાઈ ચોરી, ઈમરાનનો મંત્રી હાફિઝ સઈદ સાથે ઝડપાયો કેમેરામાં

લાહોરઃ આતંકવાદ સામે લડવા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ગંભીરતાનો પર્દાફાશ કરતા તેમના ગૃહ રાજ્યમંત્રીના એક લીક વીડિયોમાં મુંબઈના આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારા હાફિઝ સઈદ અને તેમની પાર્ટીના 'સંરક્ષણ'નો સંકલ્પ લેતા જોવા મળે છે. લીક વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી શહરયાર આફરીદી મિલ્લી મુસ્લિમ લીગ (MML)ના નેતાઓ સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. 

pakistan

આ વાતચીત દરમિયાન જ્યારે તેનું ધ્યાન અમેરિકાના દબાણને કારણે ચૂંટણી પંચ દ્વારા સઈદના પક્ષની એક રાજકીય પક્ષ તરીકે નોંધણી ન કરવા અને ચૂંટણી પંચ દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવાના આયોજન તરફ ધ્યાન દોરવામાં આવ્યું તો મંત્રીએ જણાવ્યું કે, "અમે આવું થવા નહીં દઈએ." આફરીદીએ જણાવ્યું કે, "જ્યાં સુધી અમે (પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ) પાર્ટી સરકારમાં છે, હાફિઝ સઈદ સહિત એ તમામ જે પાકિસ્તાન અને તેની ભલાઈ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, અમે તેમની સાથે છીએ. આ અમારો વિશ્વાસ છે."

— Rabwah Times (@RabwahTimes) December 16, 2018

મંત્રીએ હાફિઝ સઈદને જણાવ્યું કે, "હું તમને નેશનલ એસેમ્બલીમાં આવીને એ જોવાનો અનુરોધ કરું છું કે, અમે યોગ્ય માર્ગે જઈ રહેલા લોકોનું સમર્થન કરી રહ્યા છીએ કે નહીં."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news