VIDEO: ચિક્કાર ટ્રાફિકમાં માતાએ કર્યું એવું કામ, પુત્ર આંખ-કાન બંધ કરીને બેસી ગયો
Trending Photos
નવી દિલ્હી: આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે જ્યારે મસ્તી કરવાનું મન હોય છે ત્યારે કોઈની પણ પરવા કર્યા વગર મસ્તીમાં ડૂબી જઈએ છીએ. સોશિયલ મીડિયામાં હાલ એક એવો વીડિયો વાઈરલ થયો છે જેને જોઈને તમે પણ કહેશો કે મસ્તી કરવાની કોઈ ઉમર હોતી નથી. જો બહાર બરફવર્ષા થતી હોય ત્યારે તો મસ્તીમાં ચાર ચાંદ લાગી જાય છે. અમેરિકાના કોલોરાડોમાં એક મહિલાએ બરફવર્ષાની વચ્ચે જ કઈંક એવું કર્યું કે જોઈને લોકો દંગ રહી ગયાં. એટલું જ નહીં મહિલાના પુત્રએ તો આંખ કાન બંધ કરી નાખ્યાં.
વાત જાણે એમ હતી કે કોલોરાડોમાં બરફવર્ષા થઈ રહી હતી અને એક મહિલા ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. તે વખતે તેણે પોતાની કારમાં જોર જોરથી ગાવાનું શરૂ કરી દીધુ. એટલું જ નહીં તે બહાર નીકળીને ડાન્સ પણ કરવા લાગી. માતાને વચ્ચોવચ્ચ નાખતા જોઈને અને ગાડીના મ્યૂઝિકથી પરેશાન થઈને પુત્રએ કાન જ બંધ કરી દીધા. જેના પર માતાએ પુત્રને પણ બહાર આવીને ડાન્સ કરવાનું અને બરફવર્ષાને એન્જોય કરવાનું કહ્યું. પરંતુ પુત્ર તો કારમાં જ બેસી રહ્યો. અને કાન પણ બંધ કરી દીધા.
માતાએ ડાન્સ કરવા માટે બેકસ્ટ્રિટ બોયઝનું ગીત લગાવ્યું હતું અને કારમાંથી નીકળીને ડાન્સ કરવા લાગી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ડાન્સ અને મસ્તીનો વીડિયો બનાવી લીધો અને ફેસબુક પર પોસ્ટ કરી દીધો. ત્યારબાદથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.
Going from Denver to Pueblo today, Wendy Gossett and her family made it to Monument - in five hours. To cheer up her kids, she started dancing on the highway to the @backstreetboys which her son clearly enjoyed. pic.twitter.com/5MDBUFE5VC
— The Gazette (@csgazette) January 19, 2019
ડાન્સ કરતી મહિલાએ પણ આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું છે કે જ્યારે તમે ટ્રાફિકમાં ફસાયેલા હોવ અને ડાન્સ કરવાનું મન થાય... વેન્ડીના આ વીડિયો શેર કર્યા બાદથી જ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વેન્ડીએ આગળ લખ્યું છે કે અચાનક રેડિયો પર બેકસ્ટ્રીટ બોયઝનું ગીત વાગવા માંડ્યું. જેને સાંભળીને મને ડાન્સ કરવાનું મન થયું અને મે ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ. મેં કોશિશ કરે કે મારો પુત્ર પણ મારી સાથે ડાન્સ કરે. પરંતુ તે ટ્રાફિકના કારણે ખુબ પરેશાન હતો. આથી કાન બંધ કરીને કારમાં જ બેસી રહ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે