હાઈ લા! પત્ની સાથે બહાર જતા ડરે છે આ પતિ, લોકો જેલભેગો કરી દેવાની આપે છે ધમકી, કારણ છે ચોંકાવનારું

પત્ની અને બાળકો સાથે બહાર ફરવાનો શોખ કોને ન હોય. પરંતુ જોનાથન એશ્ટન માટે પત્નીને લઈને બહાર જવાનું કદાચ હેરાન પરેશાન કરનારું બની રહેતું હશે. એ હદે કે એશ્ટન હવે પત્નીને લઈને બહાર જતા પણ ડરે છે. કારણ કે લોકો તેને ટ્રોલ કરવા લાગે છે. ટોણા મારે છે.

હાઈ લા! પત્ની સાથે બહાર જતા ડરે છે આ પતિ, લોકો જેલભેગો કરી દેવાની આપે છે ધમકી, કારણ છે ચોંકાવનારું

પત્ની અને બાળકો સાથે બહાર ફરવાનો શોખ કોને ન હોય. પરંતુ જોનાથન એશ્ટન માટે પત્નીને લઈને બહાર જવાનું કદાચ હેરાન પરેશાન કરનારું બની રહેતું હશે. એ હદે કે એશ્ટન હવે પત્નીને લઈને બહાર જતા પણ ડરે છે. કારણ કે લોકો તેને ટ્રોલ કરવા લાગે છે. ટોણા મારે છે. જેલમાં મોકલી દેવાની પણ ધમકી આપે છે. હવે તમને પણ એમ થતું હશે કે આખરે એવું તે શું કારણ હશે. તો જાણો વિગતો...

ડેઈલી સ્ટારના એક રિપોર્ટ મુજબ બ્રિટનમાં રહેતા જોનાથન એશ્ટનની પત્ની લિન્ડસે એશ્ટનની ઉંમર આમ તો 22 વર્ષ છે પરંતુ તેની લંબાઈ ફક્ત 4 ફૂટ 10 ઈંચ છે. જોવામાં તે તેના બંને બાળકો જેવી જ લાગે છે. તસવીર જોશો તો પણ તમને એમ જ લાગશે કે કદાચ આ જોનાથનની ત્રીજી બાળકી છે. આ જ કારણ છે કે જ્યારે પણ તે તેના બાળકો અને પતિ સાથે બહાર જાય છે તો જોનાથન એશ્ટન લોકોના ગુસ્સાનો ભગ બની જતા હોય છે. તેમને લાગે છે કે જોનાથને એક સગીરા સાથે લગ્ન કર્યા છે અને તેનાથી જ તેમના બે બાળકો છે. લોકો તેમને જેલમાં મોકલી દેવાની પણ ધમકી આપે છે. પશ્ચિમના અનેક દેશોમાં એવા કાયદા છે કે તમે સગીરા સાથે લગ્ન કરી શકો નહીં. જો આમ કરો તો જેલમાં જવાનો વારો આવી શકે છે. પરંતુ આ કેસમાં તો હકીકત કઈક અલગ જ છે. 

વિચિત્ર ગણી ટ્રોલ કરાતો
જ્યારે બંનેએ લગ્ન કર્યા તો ત્યારે લિન્ડસે 16 વર્ષની હતી જ્યારે જોનાથન 21 વર્ષના હતા. 22 વર્ષની ઉંમરમાં જ્યારે લિંડસે ગર્ભવતી થઈ ત્યારે સારી પેઠે જાણતી હતી કે તે નવ વર્ષની ઉંમર હોય તેવી લાગે છે. તેણે કહ્યું કે મે મારું આખુ જીવન ફક્ત ટીકાઓ સાંભળી છે. લોકો દાવો કરે છે કે હું મારી ઉંમર ખોટી ગણાવું છું. મને વિચિત્ર ગણાવીને ટ્રોલ કરવામાં આવે છે. હું આઈડી દેખાડ્યા વગર દારૂ ખરીદી શકતી નથી. લોકો મેસેજ કરીને કહે છે કે શું તું બાળક છે? હવે લિન્ડસે તેના બંને બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અનેક લોકો તેના ફેન્સ પણ છે. લિન્ડસેએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના ટિકટોક વીડિયોને 48 કલાકથી પણ ઓછા સમયમાં ચાર મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આજે જો કે લિન્ડસે એક ચર્ચિત હસ્તી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news