કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ કોના માટે જરૂરી? WHO એ આપ્યો જવાબ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની યુરોપ શાખાના પ્રમુખે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેઓ યુએસ સરકારના ટોપ ઇન્ફેક્ટિયસ ડિસીઝ એક્સપર્ટ્સની (Top Infectious Disease Specialist) આ વાતથી સંમત છે

કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ કોના માટે જરૂરી? WHO એ આપ્યો જવાબ

જિનીવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની યુરોપ શાખાના પ્રમુખે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેઓ યુએસ સરકારના ટોપ ઇન્ફેક્ટિયસ ડિસીઝ એક્સપર્ટ્સની (Top Infectious Disease Specialist) આ વાતથી સંમત છે કે કોરોના રસીનો ત્રીજી ડોઝ (Corona Vaccine 3rd Dose) સંવેદનશીલ લોકોને સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે.

'3rd ડોઝ કોઈ લક્ઝરી નથી જેને...'
ડો. હંસ ક્લુગેએ (Hans Kluge) સંક્રમણના ફેલાવાને ખૂબ જ ચિંતાજનક ગણાવતા કહ્યું કે, WHO યૂરોપ ક્ષેત્રમાં સામેલ 52 માંથી 33 દેશોમાં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સમયથી કેસોમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ક્લુગેએ કહ્યું કે, તેમણે અમેરિકી સરકારના ટોપ સંક્રામક રોગ નિષ્ણાત ડો. એન્થોની ફૌસી (Anthony Fauci) સાથે વાત કરી છે અને બંને માને છે કે, રસીનો ત્રીજો ડોઝ તે પ્રકારની લક્ઝરી નથી જે તે વ્યક્તિ પાસેથી છીનવી લેવામાં આવે જે પ્રથમ ડોઝ માટે રાહ જોવે છે.

વેક્સીનના ત્રીજા ડોઝની કોને જરૂર છે?
ક્લુગે કહ્યું કે તે માત્ર સૌથી નબળા લોકોને સુરક્ષિત રાખવા માટે છે. તેમણે એમ પણ કહ્યું કે જે સમૃદ્ધ દેશોમાં વધુ રસીઓ ઉપલબ્ધ છે, તેમને તે દેશો સાથે વહેંચવી જોઈએ જ્યાં રસીઓની અછત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચાઓ થઈ રહી છે. લોકોના મનમાં પ્રશ્ન એ છે કે બે ડોઝ લીધા પછી પણ તેમને ત્રીજા ડોઝની જરૂર પડી શકે છે? તમે WHO ના આ લોબિંગને તમારા પ્રશ્નોના જવાબ તરીકે ગણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news