US એ કેમ રોક્યા ભારતીય હીરા કંપનીઓના 2 અબજ રૂપિયા? ભારત સરકારે તાબડતોબ લીધું પગલું
Indian Diamond Industry: સૂત્રોએ કહ્યું કે પ્રતિબંધોની નિગરાણી કરનારી અમેરિકી ટ્રેઝરી શાખા, વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલય (ઓએફએસી)એ આ વર્ષની શરૂાતમાં ફંડને ફ્રીઝ કરી દીધું. બંને ભારત સરકારના અધિકારી છે પરંતુ મામલાની સંવેદનશીલતાનો હવાલો આપતા તેમણે પોતાની કે કંપનીની ઓળખ બતાવવાનો ઈન્કાર કરી દીધો.
Trending Photos
Indian Diamond Industry: ભારતે સંયુક્ત રાજ્ય અમેરિકાથી સ્વીકૃત રશિયન હીરા પ્રમુખ અલરોસા સાથે કથિત વેપાર સંબંધોના કારણે જપ્ત કરાયેલી ઓછામાં ઓછી બે ભારતીય હીરા કંપનીઓના 26 મિલિયન ડોલર (2,14,77,96,300.00 INR) આપી દેવા કહ્યું છે. રોયટર્સના જણાવ્યાં મુજબ 3 ભારતીય સૂત્રોએ આ જાણકારી આપી છે.
બે સૂત્રોએ કહ્યું કે પ્રતિબંધોની નિગરાણી કરનારી અમેરિકી ટ્રેઝરી શાખા, વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલય (ઓએફએસી)એ આ વર્ષની શરૂાતમાં ફંડને ફ્રીઝ કરી દીધું. બંને ભારત સરકારના અધિકારી છે પરંતુ મામલાની સંવેદનશીલતાનો હવાલો આપતા તેમણે પોતાની કે કંપનીની ઓળખ બતાવવાનો ઈન્કાર કરી દીધો.
ભારતીય વ્યવસાય વિરુદ્ધ પહેલું પગલું
ગત વર્ષ યુક્રેન પર રશિયાના પૂર્ણ રીતે આક્રમણ અને ત્યારબાદ રશિયન સંસ્થાઓ પર પશ્ચિમી પ્રતિબંધો બાદ ઓએફએસી દ્વારા રોક કોઈ પણ ભારતીય વ્યવસાય વિરુદ્ધ પહેલું જ્ઞાત દંડાત્મક ઉપાય છે. જ્યારે ભારતીય કંપનીઓની સંયુક્ત આરબ અમીરાત સ્થિત શાખાઓએ કાચા હીરા ખરીદવા માટે તેને ટ્રાન્સફર કરવાની કોશિશ કરી તો ઓએફએસીએ આ રકમ રોકી દીધી. જો કે એ નિર્ધારિત નથી થઈ શક્યું કે પૈસા અલરોસા કે કોઈ અન્ય પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવવાના હતા કે નહીં.
ભારત સરકારની પ્રતિક્રિયા
ભારત સરકારના એક સૂત્રએ આ અંગે કહ્યું કે સરકાર ઓએફએસીની કાર્યવાહીથી માહિતગાર છે અને તેમણે આ અંગે વાતચીત શરૂ કરી દીધી છે. સમસ્યા અલરોસા સાથે વેપાર સંબંધોની શંકા અંગે હતી.
સૂત્રએ કહ્યું કે કાર્યવાહીથી પ્રભાવિત ભારતીય કંપનીઓએ સરકારને જણાવ્યું કે ચૂકવણી કાં તો બિનસ્વીકૃત રશિયન સંસ્થાઓ માટે હતી કે પછી ગત વર્ષ એપ્રિલમાં અલરોસા પર પ્રતિબંધ લાગૂ થતા પહેલા પૂરા કરાયેલા ઓર્ડર માટે હતી.
રોયટર્સના જણાવ્યાં મુજબ કાચા હીરાના સૌથી મોટા ઉત્પાદક, રાજ્ય નિયંત્રિત અલરોસાએ આ અંગે કરાયેલા ઈમેઈલનો જવાબ આપ્યો નથી. ભારતના વેપાર અને વિદેશ મંત્રાલય તથા અમેરિકી રાજકોષ વિભાગે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ભારત પાસે દુનિયાની સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ કેપેસિટી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 22 અબજ ડોલરથી વધુ મૂલ્યના પોલીશ કરાયેલા હીરાની નિકાસ કરાઈ હતી. ઉદ્યોગ મુખ્ય રીતે પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં સ્થિત છે. ભારત અમીરાત, બેલ્જિયમ, અને રશિયા, સંયુક્ત અરબ અમીરાત દેશોમાં આપૂર્તિકર્તાઓ પાસેથી કાચા હીરા ખરીદે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે