કોરોના જેટલી તબાહી મચાવશે મંકીપોક્સ? જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાંતો

અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે મંકીપોક્સના કેસમાં અચાનક વધારો ચિંતાનો વિષય છે. તેવામાં સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની જેમ મંકીપોક્સ પણ દુનિયામાં કહેર મચાવશે. 

કોરોના જેટલી તબાહી મચાવશે મંકીપોક્સ? જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાંતો

વોશિંગટનઃ કોરોના મહામારી બાદ હવે દુનિયામાં મંકીપોક્સને લઈને ચિંતા જોવા મળી રહી છે. અમેરિકા સહિત 11 દેશોમાં મંકીપોક્સ કહેર મચાવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે, મંકીપોક્સના કેસમાં અચાનક વધારો ચિંતાનો વિષય છે. હવે લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની જેમ મંકીપોક્સ પણ દુનિયામાં ફેલાશે. આ મામલામાં નિષ્ણાંતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. 

અમેરિકાના સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ-19ની જેમ મંકીપોક્સ દુનિયામાં મહામારી હશે નહીં. યુનિવર્સિટી ઓફ મૈરીલેન્ડ અપર ચેસાપીક હેલ્થના ઉપ પ્રમુખ અને ચીફ ક્વોલિટી ઓફિસર ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યુ કે, મંકીપોક્સના કેસ ચિંતાનજક છે, પરંતુ તેમાં કોવિડ જેવી મહામારી બનવાનું જોખમ શૂન્ય ટકા છે. તેમણે કહ્યું કે, મંકીપોક્સ વાયરસ  SARS-CoV-2 ની વિતરીત ઉપન્યાસ નથી. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતે કહ્યુ કે વિશ્વ દાયકાઓથી મંકીપોક્સ વિશે જાણે છે અને તેને બીમારીની સમજ છે જે ચેચક સમાન વાયરસ પરિવારથી સંબંધિત છે. મંકીપોક્સ વાયરસ સામાન્ય રીતે ઘાતક હોતો નથી અને કોરોના વાયરસથી ઓછો સંક્રામક હોય છે, તેમ ડો. ફહીમે જણાવ્યુ છે. 

સૌથી રાહત આપનારી વાત છે કે કોવિડથી વિપરીત આ બીમારી માટે એક રસી છે, જે દર વખતે અપગ્રેડ થતી રહે છે. 

જાપાનમાં છે જો બાઇડેન
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. તેમણે કહ્યું કે આ વાયરલ સંક્રમણ કોરોનાની જેમ વધશે નહીં. મહત્વનું છે કે યૂરોપ, બ્રિટન અને અમેરિકામાં મંકીપોક્સના 100 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. આ સમયે મંકીપોક્સ પશ્ચિમ આફ્રિકા માટે ચિંતાનું કારણ બનેલો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને નથી લાગતું કે તે ચિંતાના સ્તર સુધી જશે જે કોવિડની સાથે થયું હતું. 

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અછબડાની રસી મંકીપોક્સ માટે કામ કરે છે. બાઇડેનને સવાલ કરવામાં આવ્યો કે અમેરિકા પાસે મંકીપોક્સનો સામનો કરવા પૂરતો રસીનો ભંડાર છે. તેના પર રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમારી પાસે કોઈપણ સમસ્યાની સંભાવનાનો સામનો કરવા માટે પર્યાપ્ત સંસાધન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news