100માં Birthday પર મહિલાએ ખુબ જ કર્યો ડાન્સ, Video જોઇને આશ્ચર્યમાં મુકાયા લોકો

અમેરિકાના ઓક્લાહોમામાં (Oklahoma) એક વૃદ્ધ મહિલાએ તાજેતરમાં પોતાનો 100 મો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો અને જોરદાર ડાન્સ કર્યો હતો. મહિલાના જન્મદિવસની ઉજવણી અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

100માં Birthday પર મહિલાએ ખુબ જ કર્યો ડાન્સ, Video જોઇને આશ્ચર્યમાં મુકાયા લોકો

ઓક્લાહોમ: અમેરિકાના ઓક્લાહોમામાં (Oklahoma) એક વૃદ્ધ મહિલાએ તાજેતરમાં પોતાનો 100 મો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો અને જોરદાર ડાન્સ કર્યો હતો. મહિલાના જન્મદિવસની ઉજવણી અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલાની ફીટનેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વૃદ્ધાશ્રમમાં રહે છે 100 વર્ષની વૃદ્ધ મહિલા
100 વર્ષીય સિલ્વીયા ઓવેન્સે (Sylvia Owens) તેનો જન્મદિવસ કર્મચારીઓમાં ઉજવ્યો હતો જ્યારે બીવર કાઉન્ટી નર્સિંગ હોમમાં (Beaver County Nursing Home) વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.

વોકરની સાથે મહિલાએ જોરદાર કર્યો ડાન્સ
નર્સિંગ હોમે તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં વૃદ્ધ મહિલા તેના વોકર સાથે ડાન્સ કરી રહી છે. મહિલાએ તેનો જન્મદિવસ ખુશીથી ઉજવતા જોઈને આસપાસના લોકોએ પણ તેને જોરદાર પ્રોત્સાહન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news