IPL 2021: જો રૂટે કેમ નકારી કરોડોની ઓફર? જાણો તેના પાછળનું વાસ્તવિક કારણ
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું (Joe Root) બેટ ટેસ્ટ ક્રિકેટમાં આગ વરસાવી રહ્યું છે. શ્રીલંકા અને ભારતની ધરતી પર આ ક્રિકેટરે શાનદાર ડબલ સેન્ચ્યુરી ફટકારી છે. એવામાં ફેન્સ આશા કરી રહ્યા હતા કે, તે આઇપીએલ 2021 નો ભાગ જરૂર બનશે
Trending Photos
નવી દિલ્હી: ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું (Joe Root) બેટ ટેસ્ટ ક્રિકેટમાં આગ વરસાવી રહ્યું છે. શ્રીલંકા અને ભારતની ધરતી પર આ ક્રિકેટરે શાનદાર ડબલ સેન્ચ્યુરી ફટકારી છે. એવામાં ફેન્સ આશા કરી રહ્યા હતા કે, તે આઇપીએલ 2021 નો ભાગ જરૂર બનશે, પરંતુ તેણે આ મેગા ટી-20 લીગમાંથી પોતાને બહાર કરવાનો નિર્ણય કર્યો છે.
વ્યસ્ત શિડ્યુઅલને કારણે આઈપીએલથી દૂર
જો રૂટ (Joe Root) આ સમયે ભારતમાં (India) જ હાજર છે. આ સતત ત્રીજી વખત હશે જ્યારે તે દુનિયાની સૌથી જાણીતી ટી-20 લીગનો ભાગ નહીં બની શકે. રૂટે ઇંગ્લેન્ડની (England) રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વ્યસ્ત શિડ્યુઅલને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે તેઓ આઇપીલ 2021 માં (IPL 2021) નહીં રમે.
સરળ ન હતો નિર્ણય
ભારત અને ઇંગ્લેન્ડની (IND vs ENG) વચ્ચે બીજી ટેસ્ટમેચની પૂર્વ સંધ્યા પર જો રૂટે (Joe Root) કહ્યું, આ ખુબજ મુશ્કેલ નિર્ણય હતો. હું આઇપીએલ (IPL) સીઝનનો ભાગ બનવા માટે બેતાબ છું અને આશા છે કે હું કેટલીક સિઝન માટે તેનો ભાગ બનીશ.'
બીજી ટેસ્ટની તૈયારીમાં જો રૂટ
જો રૂટે (Joe Root) ચેન્નાઇમાં (Chennai) યોજાનારી બીજી ટેસ્ટ વિશે કહ્યું, "નિશ્ચિતરૂપે આ પડકાર મુશ્કેલ હશે પરંતુ તે એટલું મુશ્કેલ નહીં હોય જેટલું તે 1-0 થી પાછળ રહી ગયું હોત." અમે ખરેખર સારી સ્થિતિમાં છીએ. અમે ઉત્તમ ક્રિકેટ રમી છે અને આત્મવિશ્વાસ સાથે મેદાન પર આવીશું. પરંતુ અમે તેને આપણા હાવી થવા નહીં દેઈએ.'
18 મીએ આઇપીએલની હરાજી
આઈપીએલ 2021 માટે હરાજી (IPL Auction 2021) 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં (Chennai) યોજાશે, જેમાં કુલ 292 ખેલાડીઓની બોલી લગાવાશે. આમાં જો રૂટના (Joe Root) સાથી જેસોન રોય (Jason Roy), માર્ક વુડ (Mark Wood) અને મોઈન અલીનો (Moeen Ali) સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે