VIDEO : ચીનમાં બહુમાળી હોટેલના ઉપરના માળથી બે વાર પડી મહિલા પણ પછી...થયો ચમત્કાર

46 સેકંડની એક ક્લિપમાં આ ઘટના સામે આવી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે

VIDEO : ચીનમાં બહુમાળી હોટેલના ઉપરના માળથી બે વાર પડી મહિલા પણ પછી...થયો ચમત્કાર

નવી દિલ્હી/બેઇજિંગ : ચીનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  આ ઘટનામાં એક મહિલા બહુમાળી હોટેલના નવમા માળથી પડ્યા પછી આશ્ચર્યજનક રીતે બચી ગઈ છે. તે આ હોટેલની ઇમારત પરથી બે વાર પડી પણ આમા છતાં તેની હાલત અત્યારે સ્થિર છે. 

46 સેકંડની એક ક્લિપમાં આ ઘટના સામે આવી છે જેમાં મહિલા પડતી દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો 7  ડિસેમ્બરે ઉત્તર ચીનની યૈન શો કાઉન્ટીમાં એક હોટેલના નવમા માળથી પડી ગયા પછી તે હોટેલીના બીજા માળે ટેરેસ પર પડી હતી. આ એક્સિડન્ટને કારણે તેને વાગ્યું હતું. તે ધીરેધીરે ખસવા લાગી હતી પણ દુર્ભાગ્યથી પાછી નીચે પડી ગઈ હતી. જોકે પછી મહિલાને લોકોએ પકડી લીધી હતી. હાલમાં હોસ્પિટલમાં મહિલાની હાલત સ્થિર છે. 

જુઓ આ ઘટનાનો વીડિયો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news