અચાનક ચાલુ પ્લેનમાંથી ઉતરી ગઈ મહિલા પાઈલટ્સ, કરવા લાગી ડાન્સ, જુઓ VIDEO

કીકી ચેલેન્જના રોજેરોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યાં છે. દુનિયાભરના લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.

Updated By: Aug 30, 2018, 11:28 AM IST
અચાનક ચાલુ પ્લેનમાંથી ઉતરી ગઈ મહિલા પાઈલટ્સ, કરવા લાગી ડાન્સ, જુઓ VIDEO
તસવીર-ઈન્સ્ટાગ્રામ pranav737

નવી દિલ્હી: કીકી ચેલેન્જના રોજેરોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યાં છે. દુનિયાભરના લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોઈને રૂવાંડા ઊભા થઈ જાય. આ વખતે બે મહિલા પાઈલટ્સે કીકી ચેલેન્જ પૂરી કરી એ પણ કારમાં નહીં પરંતુ પ્લેનમાં. 

કીકી ચેલેન્જ પૂરી કરવા માટે બે મહિલા પાઈલટ્સ ચાલુ પ્લેનમાંથી ઉતરી અને ડાન્સ કરવા લાગી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય ચે કે પહેલા એક મહિલા પાઈલટ પ્લેન ચાલુ કરે છે અને ત્યારબાદ ઝડપથી ઉતરી જાય છે. પ્લેન ધીરે ધીરે પોતાની જગ્યા પરથી સરકી રહ્યું છે. મહિલા પાઈલટ સાથી સાથે ઈન માય ફિલિંગ્સ ગીત પર ડાન્સ કરવા લાગે છે. ખાસ વાત એ છે કે આ બંને મહિલા પાઈલટ્સ પોતાના ડ્રેસમાં નજરે ચડી રહી છે. 

 

#kikichallenge at new level

A post shared by Pranav Patil (@pranav737) on

મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા પાઈલટ્સે ચાલુ પ્લેનમાં આ ચેલેન્જને પૂરી કરી છે. કારણ કે તે પોતાના કામથી થોડો બ્રેક લેવા માંગતી હતી. રિપોર્ટ્સ મુજબ વાઈરલ થયેલા આ વીડિયોમાં જે મહિલા પાઈલટ્સ છે તેમનું નામ અલેઝાન્દ્ર મન્ની ક્યૂઝ છે. જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે વાઈરલ વીડિયોમાં જે મહિલાઓ છે તે ક્યાં છે અને આ વીડિયો તેમણે કયા એરબેઝ પર બનાવ્યો છે.