ચીનમાં ચક્કાજામ! ચાઈનામાં અચાનક કેમ લાગ્યા આઝાદીના નારા? જાણો શેની છે બબાલ
ચીનમાં શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
- ચીનમાં કોરોના કેસ સાથે લોકોનો ગુસ્સો પણ વધ્યો
- કડક નિયમો અને નીતિ સામે લોકો એકઠા થયા હતા
- ભીડે નેતા શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી
Trending Photos
નવી દિલ્હીઃ પડોશી દેશમાં સતત બગડી રહી છે સ્થિતિ. અહીં વાત થઈ રહી છે સતત અવળચંડાઈ માટે જાણીતા ચીનની. ચીનમાં કોરોના કેસ વધતા ત્યા લાદવામાં આવેલી કડક કોવિડ નીતિ સામે શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંઘાઈમાં ભીડે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના નેતા શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી હતી. લોકોએ 'સ્ટેપ ડાઉન સીસીપી' અને 'સ્ટેપ ડાઉન જિનપિંગ'ના નારા લગાવ્યા. ચીનમાં આ એક દુર્લભ દૃશ્ય હતું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કડક કોવિડ લોકડાઉનને કારણે સામાન્ય લોકોની નિરાશા વધી રહી છે. આ વિરોધના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
કડક નિયમોનો લોકો કરી રહ્યાં છે વિરોધઃ
પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં શુક્રવારે કડક કોવિડ નિયમો સામે લોકોનો ગુસ્સો ભડક્યો. જે બાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. ઘણા ચાઈનીઝ લોકોનું કહેવું છે કે કોવિડ પ્રતિબંધોને કારણે લોકોને ઘર છોડીને ભાગવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી, દેશભરના ઘણા શહેરોમાં કડક કોવિડ નિયમો સામે ગુસ્સો ફાટી નીકળ્યો.
કેમ રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ?
જો કે, શનિવારે સૌથી મોટો વિરોધ શાંઘાઈમાં થયો હતો, જ્યાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત સેંકડો લોકોએ ભાગ લીધો હતો. તેઓ મૃતકોનો શોક કરવા માટે મીણબત્તીઓ અને કાર્ડ્સ સાથે ઉરુમકી રોડ પર એક ક્રોસરોડ પર એકઠા થયા હતા. ભીડને રોકવાના પોલીસના પ્રયાસોને નકારીને લોકોની સંખ્યા સતત વધતી રહી અને પછી સૂત્રોચ્ચાર શરૂ થયો. લોકોએ કોવિડ નિયંત્રણમાં છૂટછાટની માંગ કરી. ચીનની કઠોર કોવિડ નીતિઓને દેશની તાજેતરની આર્થિક મંદી સાથે જોડવામાં આવી રહી છે. કોવિડ નિયમોને કારણે રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટરો અને અન્ય નાના વ્યવસાયોને નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે