China: છેલ્લા 600 દિવસથી 'ઘર'માં પૂરાઈ રહ્યા છે ચીની રાષ્ટ્રપતિ Xi Jinping? કોઈને મળતા જ નથી!
રિપોર્ટ મુજબ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિદેશ પ્રવાસની જગ્યાએ બીજા દેશોના નેતાઓ સાથે ફોન પર જ વાતચીત કરી રહ્યા છે.
Trending Photos
બેઈજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાસ્થ્યને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જેનું એક કારણ છે તેઓ છેલ્લા 600 દિવસથી એક પણ વિદેશ પ્રવાસે ગયા નથી. છેલ્લે તેઓ 18 જાન્યુઆરી 2020ના રોજ મ્યાંમારના પ્રવાસે ગયા હતા. ત્યારબાદથી દેશની બહાર નીકળ્યા નથી. એટલું જ નહીં જિનપિંગ જાહેર કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાથી અંતર જાળવી રહ્યા છે. તેમણે પોતાને વર્ચ્યુઅલ બેઠકો પૂરતા જ સિમિત કરી લીધા છે.
Telephone પર જ કરે છે વાત
'બ્લૂમબર્ગ'ના રિપોર્ટ મુજબ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિદેશ પ્રવાસની જગ્યાએ બીજા દેશોના નેતાઓ સાથે ફોન પર જ વાતચીત કરી રહ્યા છે. ગત શુક્રવારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાત કરી હતી. હાલમાં જ તેમણે બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો, જે ખુબ જ ચોંકાવનારું હતું. હવે જ્યારે કોરોના મહામારીને લઈને સ્થિતિ પહેલા જેવી નથી તો પણ જિનપિંગનું વિદેશ જવાથી બચવું એ એવો સંકેત આપી રહ્યા છે કે બધુ ઠીક નથી.
Foreign Leaders સાથે નથી થઈ રહી વાત
થોડા સમય પહેલા જિનપિંગ તિબ્બત પહોંચ્યા હતા. કોઈ પણ ચીની રાષ્ટ્રપતિનો આ પહેલો તિબ્બત પ્રવાસ હતો. આમ તો ચીન તિબ્બત પર પોતાનો દાવો ઠોક્યા કરે છે આથી આ પણ કોઈ વિદેશ પ્રવાસ કહેવાય નહીં. બીજી બાજુ અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે શી જિનપિંગ કોઈ વિદેશ નેતાને વ્યક્તિગત રીતે મળી રહ્યા નથી. કોઈ પણ વિદેશી નેતા સાથે ચીની રાષ્ટ્રપતિની મુલાકાતનો કાર્યક્રમ જોવા મળી રહ્યો નથી.
બેઈજિંગની જગ્યાએ બીજા શહેરોમાં જાય છે
જો કોઈ અન્ય દેશના નેતા ચીનનો પ્રવાસ કરે તો પણ તેઓ બેઈજિંગની જગ્યાએ અન્ય શહેરોમાં પહોંચે છે. જેના લીધે જિનપિંગ સાથે તેમની મુલાકાત જરૂરી રહેતી નથી. રિપોર્ટ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ જિનપિંગ હવે વધુમાં વધુ ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત લગભગ 60 રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટેલિફોન પર વાત કરી હતી.
કારણ વગર ટાળી બેઠકો!
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જિનપિંગ હાલમાં જ વિદેશી નેતાઓ સાથે અનેક બેઠકોને કોઈ પણ કારણ દર્શાવ્યા વગર સ્થગિત કરી ચૂક્યા છે. ચીન તરફથી આવી અટકળો પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. જાણકારોનું કહેવું છે કે જિનપિંગનું આટલા દિવસોથી દેશની બહાર ન નીકળવું, એ પણ તેવા સમયે જ્યારે પશ્ચિમી દેશ ચીન વિરુદ્ધ પંજો મજબૂત કરી રહ્યા છે તે ચોંકાવનારું છે. આ સાથે જ તેમના સ્વાસ્થ્યને લઈને ઉઠેલી આશંકાઓને પણ બળ મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે