'અનાજનો રાજા' ગણાય છે આ પાક, તેની ખેતી તમને કરી દેશે માલામાલ, જાણો વિગતો
Barley Cultivation: ભારતમાં જવ એક મહત્વપૂર્ણ અનાજનો પાક છે. ઉત્પાદનની નજરે અનાજના પાક જેમ કે ધાન, ઘઉં, અને મકાઈ બાદ જવના પાકનું ચોથું સ્થાન છે. જેવને ઔષધિની રીતે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે.
Trending Photos
Barley Cultivation: ભારતમાં જવ એક મહત્વપૂર્ણ અનાજનો પાક છે. ઉત્પાદનની નજરે અનાજના પાક જેમ કે ધાન, ઘઉં, અને મકાઈ બાદ જવના પાકનું ચોથું સ્થાન છે. જેવને ઔષધિની રીતે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તેમાંથી મળી આવતા અનેક ગુણોના કારણે તેને અનાજના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિટામીન, લોહતત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક, કોપર, પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. બજારમાં માંગ વધુ હોવાથી જવી ખેતી ખેડૂતો માટે નફાવાળા સાબિત થઈ શકે છે.
જવના હેલ્થ બેનિફિટ
જવના સતત સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. તેનાથી હ્રદયરોગ, ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર, અને મોટાપા જેવા રોગોમાં ફાયદો થાય છે. તેમાંથી મળી આવતું ફાઈબર સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જવમાં રહેલા ફોસ્ફરસ, કેલ્શિયમ, તાંબુ, મેગ્નેશિયમ હાડકા મજબૂત કરે છે અને સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
જવની ખેતી ભારતના પહાડી વિસ્તાર, ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તાર, ઉત્તર પૂર્વ મેદાની વિસ્તાર અને મધ્ય ભારતમાં થાય છે. સિંચાઈનું પાણી ઓછું ઉપલબ્ધ હોય, અને વરસાદી વિસ્તારોમાં પણ જવનો પાક લઈ શકાય છે. દેશમાં છાલ સહિત અને છાલ રહિત એમ બંને પ્રકારના જવનું ઉત્પાદન કરવામાં આવે છે.
જવનો ઉપયોગ
જવનો ઉપયોગ બિસ્કીટ, ડબલ રોટી, દલિયા, વગેરેના ઉત્પાદનમાં થાય છે. મલ્ટ, અંકુરિત જવથી મળતું એક ઉત્પાદન છે. જવનથી બનેલા પરંપરાગત સત્તુ, ઈડલી, અને દલિયાનો પ્રયોગ પણ ભોજન તરીકે થાય છે. આ ઉપરાંત ગ્લોબલ સ્તર પર જવન આધારિત સ્કીન ક્રીમ, ફેશિયલ ક્રીમ, શેમ્પુ, સાબુ, લિપસ્ટિક, ફેસ પાઉડર, હેર કન્ડીશનર, અને અન્ય બ્યૂટી પ્રોડક્ટ્સ પણ તૈયાર કરાય છે.
આજે દેશમાં 10 હજારથી વધુ ખેડૂત ઉત્પાદન સમૂહ કામ કરી રહ્યા છે અને તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેઓ બિઝનેસના નવા મોડલ અપનાવી રહ્યા છે. તેની ખેતી વધુ ફાયદાકારક બની શકે છે. ભારતમાં જવનો ઉપયોગ પરંપરાગત રીતે સદીઓથી થતો આવ્યો છે. પરંતુ હવે તેનો વ્યવસાયિક ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે. જવમાં મળી આવતા ફાઈબર સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તેમાંથી બ નતી દવાઓ કિડનીની પથરીમાં ખુબ પ્રભાવી મનાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે