ITR ફાઇલ ન કરનાર લેવાશે લપેટામાં, આ 56 લાખ લોકોમાં તમારું ના તો નથી ને!!!
ઇન્કમ ટેક્સ રિટર્ન અને ટેક્સ ન ભરનાર પર કેંદ્ર સરકાર ગાળિયો કસવા જઇ રહી છે. જે લોકોએ ગત વર્ષોમાં રિટર્ન ફાઇલ નથી કર્યા નાણા મંત્રાલય તેમને નોટિસ મોકલવાની તૈયારીમાં છે. નોટીસમાં રિટર્ન ન ભરવાનું કારણ પૂછવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ઇન્કમ ટેક્સ રિટર્ન અને ટેક્સ ન ભરનાર પર કેંદ્ર સરકાર ગાળિયો કસવા જઇ રહી છે. જે લોકોએ ગત વર્ષોમાં રિટર્ન ફાઇલ નથી કર્યા નાણા મંત્રાલય તેમને નોટિસ મોકલવાની તૈયારીમાં છે. નોટીસમાં રિટર્ન ન ભરવાનું કારણ પૂછવામાં આવશે. જોકે કેંદ્ર સરકાર વધુમાં વધુ ટેક્સ ભરવાની યોજના રંગ લાવી રહી છે. નાણાકીય વર્ષ 2017-18માં સરકારને પ્રત્યક્ષ ટેક્સના રૂપમાં વધારાના 1.5 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ હવે ગાળિયો તે 65 લાખ કરદાતાઓ પર કસવામાં આવશે જેમને ગત વર્ષોમાં રિટર્ન ભર્યું નથી અથવા ટેક્સ ચોરી કરી છે.
કરદાતા આધાર 9.3 કરોડને પાર થશે
ઇન્કમ ટેક્સ વિભાગનું અનુમાન છે કે જો નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તો કરદાતા આધાર વધારીને 9.3 કરોડથી ઉપર લઇ જઇ શકાય છે. તેમાં ગત ત્રણ વર્ષોમાં ટીડીએસ કપાતવાળા, ટીસીએસ (ટેક્સ કલેક્શન એટ સોર્સ) એડવાન્સ ટેક્સવાળા, સ્વ નિર્ધારણ ટેક્સ અને લાભાંશ વિતરણવાળા લોકો સામેલ છે. લોકોને સતત સંદેશ અને ઇ-મેલના માધ્યમથી રિટર્ન ભરવાનું રિમાઇન્ડર મોકલવાથી કરદાતાઓની સંખ્યા વધી ગઇ છે. એક અનુમાન અનુસાર નાણાકીય વર્ષ 2017-18માં દોઢ કરોડ નવી સંસ્થાઓ વધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર લગભગ 1.75 કરોડ સંભવિત કરદાતાઓને રિમાઇંડર મોકલવામાં આવ્યા. તેમાં 1.07 કરોડે સ્વેચ્છાએ રિટર્ન ભર્યા.
ઇન્કમ ટેક્સે જાહેર કરી ચેતાવણી
વિભાગે તાજેતરમાં જ કહ્યું હતું કે રિટર્ન ફાઇલ કરનારા લોકો જો જાણે-અજાણે કોઇ જાણકારી સંતાડે છે તો તે તેને સુધારેલા રિટર્નમાં સુધારો લાવી શકે છે. રિટર્ન ફાઇલ ન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી થશે જેમણે પુરી જાણકારી આપી નથી. તેના માટે ઇન્કમ ટેક્સ અલગથી દંડ ફટકારી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આઇટીઆઇમાં ગરબડી હોવાનો મામલો ગંભીર હશે તો એવા લોકોને જેલ જવું પડશે. વિભાગે કહ્યું કે જો તમે પોતાના એકાઉન્ટમાં મોટી માત્રામાં કેશ જમા કરાવી છે અથવા હાઇ વેલ્યૂ ટ્રાંજેક્શન કર્યા છે તો તમારે રિવાઇઝ્ડ આઇટીઆરમાં તેની જાણકારી આપવી પડશે.
કોમ્યુટરથી પડકાશે રિટર્ન ન ભરનારા લોકો
નાણા મંત્રીનું કહેવું છે કે રિમાંડર મોકલ્યા બાદ પણ હવે જો કરદાતાઓ રિટર્ન ભર્યું નથી. તેમને હાલના નાણાકીય વર્ષમાં ટાર્ગેટ કરવામાં આવશે. તેમાં નોન-ફાઇલર્સ મેનેજમેંટ સિસ્ટમ (એનએમએસ) મદદ કરશે. તેના ઉપયોગથી ઇન્કમ ટેક્સ વિભાગને કરદાતા વધારવામાં પહેલાં સફળતા મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ સિસ્ટમથી તે લોકો ઘેરામાં આવશે જેમણે નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટોમાં 10 લાખ અથવા તેનાથી વધુ જમા કરાવ્યા છે.
કરચોરને કેવી રીતે પકડશે સિસ્ટમ
નોન ફાઇલર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (એનએમએસ) દ્વારા કર ચોરી પકડવાનું આસાન છે. તેમાં કર ચોરોને શોધવા વિભિન્ન પ્રકારના ડેટા સ્ત્રોતો લગાવવામાં આવે છે. તેમાં તેમના પર નજર રાખવામાં આવે છે જે મોટી રકમમાં લેણ-દેણ કરે છે. પરંતુ ટેક્સ ચૂકવતા નથી અને ના તો પોતાની આવક જાહેર કરતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે