7મું પગારપંચ: નવેમ્બર મહિનામાં વધી શકે છે 1.1 કરોડ કર્મચારીઓનો બેઝિક પગાર?

દેશમાં 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર મળી શકે છે. 

 7મું પગારપંચ: નવેમ્બર મહિનામાં વધી શકે છે 1.1 કરોડ કર્મચારીઓનો બેઝિક પગાર?

નવી દિલ્હી: દેશના 4 રાજ્યોમાં વિધાનસભા ચૂટણીની તારીખો જાહેર થયા પહેલા 1.1 કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની માંગ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની છે. જેનાથી તેમનો બેઝિક પગાર 26000 રૂપિયા થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે કેન્દ્ર સરકારી કર્મચારીઓને ખુશ કરવા માંગે છે. કેન્દ્ર વહેલી તકે આ અંગે આદેશ કરી શકે છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રેદેશમાં નવેમ્બર અને ડિસેમ્બર 2018માં વિધાનસભાની ચૂંટણીને યોજાવાની સંભાવના છે, જ્યારે તેલગાણામાં પણ ચૂંટણી આ સમયે જ યોજાય તેવી શક્યાતાઓ છે.  

સૌથી પહેલા કર્મચારીઓની માંગ પર કરાશે વિચાર 
અમારી સહયોગી વેબસાઇટ ઇન્ડિયાડોટકોમના એક અધિકારીએ દાવો કર્યો છે, કે સરાકરી કર્મચારીઓની માંગ અજાણ નથી. અને તે તેના પર વિચારણાં પણ કરી રહ્યા છે. અંદરખાને પગાર વઘારાને લઇને સરકાર મંથન કરી રહી છે. પરંતુ ઘોષણા કર્યા પહેલા દરેક પાસાઓ પર વિચારણા કરવામાં આવશે. અધિકારીએ પણ દાવો કર્યો કે, કર્મચારીઓના 7માં પગારપંચના વેતન આયોગને ધ્યાને લઇને સોથી પહેલા વિચારણા કરવામાં આવશે. આ અંગે કોઇ પણ પ્રકારની જાહેરાત પહેલા એકથી બે મહિના સુધીનો સમય લાગી શકે છે. પરંતુ માર્ચ 2018માં  નાણા રાજ્ય મંત્રી પી રાધાકૃષ્ણને આવી કોઇ પણ સંભાવનાઓની ચર્ચાઓ અંગે ના પાડી હતી. 

केंद्रीय कर्मचारियों के लिए काम की खबर, 23 अगस्त को बंद रहेंगे सभी कार्यालय

શું છે 7માં પગારપંચની ભલામણો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ પણ વેતન વૃદ્ધિ તબક્કાવાર કરવામાં આવવી જોઇએ. સાથે જ ઓછા વેતન વાળા કર્મચારીઓના પગારમાં વધારો થવો જોઇએ. સાતમાં પગાર પંચમાં ભલામણો મુજબ, ઓછામાં ઓછા વેતન 18000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવવી જોઇએ. જ્યારે કેન્દ્રીય કર્મચારીઓના 8000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ 2.57 ગણા વધારથી 3.68 ગણો વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવાળી નહિં તો ક્યારે થશે જાહેરાત? 
કેન્દ્રીય કર્મચારીઓના મનમાં એક સવાલ ઉભો થયો છે, કે દિવાળી સુધીમાં 7માં સાતમાં પગાર પંચને લાગુ કરવાની જાહેરાત નહિ થાય તો ક્યારે કરવામાં આવશે. ત્યાર બાદ જો બીજો સૌથી સારો મૌકો હોય તો તે 26 જાન્યુઆરી છે. સરકાર આ દિવસે બીજી અનેક મોટી જાહેરાત કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે, કે આ દિવસે કર્મચારીઓને પણ ખુશ ખબરી મળી શકે.

Trending news