7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક Good News! 95,000 રૂપિયા વધી જશે પગાર

7th Pay Commission: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ચુકવણી સપ્ટેમ્બરના અંતમાં આવતા પગારમાં થશે, પરંતુ આ સાથે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. 
 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક Good News! 95,000 રૂપિયા વધી જશે પગાર

નવી દિલ્હીઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સપ્ટેમ્બરથી 28 ટકા મોંઘવારી ભથ્થુ (7th Pay Commission Latest News) મળવા લાગશે. પરંતુ હવે આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે સરકાર જલદી જૂનનું મોંઘવારી ભથ્થુ (7th Pay Commission DA Hike) પણ તેમાં જોડીને આપી શકે છે. જો તેવું થયું તો કુલ મોંઘવારી ભથ્થુ 28 ટકાની જગ્યાએ 31 ટકા થઈ જશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે.

3 ટકા DA વધવાનું બાકી છે
ઉલ્લેખનીય છે કે જૂન 2021નું મોંઘવારી ભથ્થુ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021 ના  AICPI ના આંકડાના આધાર પર 3 ટકા મોંઘવારી ભથ્થુ વધશે. JCM સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યુ કે, જલદી તેની જાહેરાત થઈ શકે છે. હાલ તેની ચુકવણી ક્યારે થશે તે નક્કી નથી. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાના વધારા બાદ તે વધીને 31 ટકા થઈ જશે. 

જાન્યુારી 2020માં મોંઘવારી ભથ્થુ 4%
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2020માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો હતો. પછી જૂન 2020માં ત્રણ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2021માં તેમાં ચાર ટકાનો વધારો થયો. એટલે કે ત્રણ વધારા બાદ મોંઘવારી ભથ્થામાં કુલ 11 ટકાનો વધારો થયો હતો. આમ મોંઘવારી ભથ્થુ 28 ટકાએ પહોંચી ગયું છે. હવે જૂનમાં 3 ટકાના વધારા બાદ મોંઘવારી ભથ્થુ (17+4+3+4+3)  પર પહોંચી જશે. 

ક્યા પ્રકારે થશે પગારમાં વધારો?
કેન્દ્ર સરકારે પાછલા 18 મહિનાથી ફ્રીઝ મોંઘવારી ભથ્થા પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. કર્મચારીઓના ડીએમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 28 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના બેસિક પે અને ગ્રેડ હિસાબથી પગારમાં વધારાનો અંદાજો લગાવી શકાય છે. 

ન્યૂનતમ બેસિક સેલેરી પર કેલકુકેશન
28 ટકા મોંઘવારી ભથ્થા પર કેલકુલેશન

18 હજાર રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થુ 60,480 રૂપિયા થશે. પરંતુ પગારમાં વાર્ષિક વધારાનું અંતર 23760 રૂપિયા હશે. 

1. કર્મચારીની બેસિક સેલેરી     18,000 રૂપિયા

2. નવુ મોંઘવારી ભથ્થુ (28%)    5040 રૂપિયા/મહિને

3. આજ સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .3060/મહિનો

4. મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો 5040-3060 = રૂ .1980/મહિનો

5. વાર્ષિક પગાર 1980X12 = 23760 રૂપિયા વધારો

31 ટકા DA પર કેલકુલેશન
જો જૂનમાં 3 ટકા મોંઘવારી ભથ્થુ વધે છે તો કર્મચારીઓને કુલ ડીએ 31 ટકા આપવામાં આવશે. એટલે કે હવે 18000 રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક ભથ્થુ 66,960 રૂપિયા હશે. પરંતુ અંતરની વાત કરીએ તો પગારમાં વાર્ષિક 30240 રૂપિયાનો વધારો થશે. 
1. કર્મચારીનો મૂળ પગાર રૂ .18,000

2. નવું મોંઘવારી ભથ્થું (31%) રૂ .580/મહિનો

3. આજ સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .3060/મહિનો

4. મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો 5580-3060 = રૂ 2520/મહિનો

5. વાર્ષિક પગાર 2520X12 = 30,240 રૂપિયા વધારો

વધુ બેસિક સેલેરી પર કેલકુલેશન
વધુ બેસિક સેલેરી પર કેલકુલેશન કરીએ તો 28 ટકા મોંઘવારી ભથ્થાના હિસાબથી 56900 રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક ભથ્થુ 191,184 રૂપિયા થશે. પરંતુ અંતરની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો 75108 રૂપિયા હશે. 

1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા

2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ. 15932/મહિનો

3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો

4. મોંઘવારી ભથ્થું 15932-9673 = 6259/મહિને કેટલું વધ્યું

5. વાર્ષિક પગાર 6259X12 = 75108 રૂપિયા વધારો

31% DA પર ગણતરી

1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા

2. નવું મોંઘવારી ભથ્થું (31%) રૂ. 17639/મહિનો

3. આજ સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો

4. મોંઘવારી ભથ્થામાં 17639-9673 = રૂપિયા 7966/મહિનો કેટલો વધારો થયો

5. વાર્ષિક પગાર 7966X12 = 95,592 રૂપિયા વધારો

31 ટકા મોંઘવારી ભથ્થા પ્રમાણે 56900 રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થુ 211668 રૂપિયા થશે. પરંતુ અંતરની વાત કરીએ તો સેલેરીમાં વાર્ષિક વધારો 95592 રૂપિયા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news