Adani Group: Airport Business માં 60000 કરોડનું રોકાણ કરશે Adani Group, શું છે પ્લાન?

Adani Enterprises Ltd: અદાણી ગ્રુપ આગામી સમયમાં પોતાના એરપોર્ટ બિઝનેસને આગળ વધારવા માટે ઝડપથી રોકાણ કરવાનું પ્લાનિંગ કરે રહી છે. તેના માટે ગ્રુપની તરફથી આગામી 10 વર્ષમાં 60,000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન છે. 

Adani Group: Airport Business માં 60000 કરોડનું રોકાણ કરશે Adani Group, શું છે પ્લાન?

Adani Airport Business: અદાણી ગ્રુપ આગામી સમયમાં પોતાના એરપોર્ટ બિઝનેસને આગળ વધારવા માટે ઝડપથી રોકાણ કરવાનું પ્લાનિંગ કરે રહી છે. તેના માટે ગ્રુપની તરફથી આગામી 10 વર્ષમાં 60,000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન છે. આ ભારે ભરઘમ રોકાણ ગ્રુપ તરફથી ચલાવવામાં આવતા સાત એરપોર્ટ પરથી થનાર કમાણીને વધુ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આ રકમનો લગભગ અડધો ભાગ એટલે કે 30000 કરોડ રૂપિયા પાંચ વર્ષમાં એરપોર્ટના ટર્મિનલ અને રનવેને સારા બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે. 

માર્ચ 2025 સુધી નવી મુંબઇ એરપોર્ટ ચાલુ થવાની આશા
બાકીના રૂ. 30,000 કરોડનો ઉપયોગ આગામી 10 વર્ષમાં એરપોર્ટની આસપાસના શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવશે. ગ્રુપ કુલ રૂ. 60,000 કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે. જો કે, નવી મુંબઈ એરપોર્ટના પ્રથમ તબક્કા માટે અગાઉથી જ નક્કી કરાયેલા રૂ. 18,000 કરોડ આનાથી અલગ છે. આ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં કાર્યરત થવાની આશા છે. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના સીઈઓ અરુણ બંસલે જણાવ્યું હતું કે કંપની આ પ્રોજેક્ટ પોતાના નફા સાથે પૂર્ણ કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝ કરશે ફંડિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખનઉ એરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ મીડિયા સાથે વાત કરતા અરુણ બંસલે કહ્યું, 'આ બહુ મોટી રકમ છે. પરંતુ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) તેના નફા સાથે તેને પૂર્ણ કરવામાં મદદ કરશે. અમે હજુ પ્રારંભિક તબક્કામાં છીએ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અમારી પેરેન્ટ કંપની છે, ફંડિંગ ત્યાં જ કરવામાં આવશે.

દેશમાં 6 એરપોર્ટને મેનેજ કરી રહ્યું છે આ ગ્રુપ
હાલમાં દેશમાં 6 એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ એરપોર્ટમાં લખનઉ, અમદાવાદ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને મેંગલુરુનો સમાવેશ થાય છે. વર્ષ 2021માં જીવેકે ગ્રુપ (GVK Group પાસેથી મુંબઈ એરપોર્ટનો કબજો મેળવ્યા બાદ અને નવી મુંબઈ એરપોર્ટ ખરીદ્યા પછી, આ સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. અરુણ બંસલે અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2040 સુધીમાં આ એરપોર્ટની ક્ષમતા 25 થી 30 કરોડ મુસાફરોની હશે.

24000 કરોડના ખર્ચે તૈયાર કર્યું
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CCSI) ખાતે નવા ટર્મિનલ T3નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને 24000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. T3 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સેવા પ્રદાન કરશે. પીક અવર્સ દરમિયાન તેની પાસે 4,000 મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. આ પ્રસંગે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે લખનઉ એરપોર્ટ માટે અમારું આયોજન મોટું છે.

કરણ અદાણીએ કહ્યું કે અમારું પ્લાનિંગ 2047-48 સુધી વાર્ષિક 3.8 કરોડ યાત્રીઓને સંભાળવા માટે એરપોર્ટની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે. આ ઉત્તર પ્રદેશની એક ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની સ્ટ્રેટજી બેસ છે. તેમણે કહ્યું કે અમે ફક્ત એરપોર્ટ બનાવી રહ્યા નથી પરંતુ આગામી સમયમાં 13,000 થી વધુ લોકો માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગારની તકો ઉભી કરી રહ્યા છીએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news