Online Fraud: એક ઈમેલ અને આપનું બેંક ખાતું થઈ જશે ખાલી, રાખો આટલી વાતોનું ધ્યાન
છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક ફ્રોડના કેસો વધી ગયા છે. તેનું કારણ એ છે કે આજના યુગમાં મોટાભાગના લોકો તેમના બેંકિંગ સંબંધિત કામ માત્ર ઓનલાઈન જ કરે છે. આવી સ્થિતિમાં સાયબર ધૂતારાઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. લોકો ફોન પર SMS ખોલે છે, લિંક પર ક્લિક કરે છે અથવા ફોન ઉપાડે છે અને થોડી જ મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
Trending Photos
છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક ફ્રોડના કેસો વધી ગયા છે. તેનું કારણ એ છે કે આજના યુગમાં મોટાભાગના લોકો તેમના બેંકિંગ સંબંધિત કામ માત્ર ઓનલાઈન જ કરે છે. આવી સ્થિતિમાં સાયબર ધૂતારાઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. લોકો ફોન પર SMS ખોલે છે, લિંક પર ક્લિક કરે છે અથવા ફોન ઉપાડે છે અને થોડી જ મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. તેથી, બેંક ફ્રોડની મોડસ ઓપરેન્ડીને ઓળખવી અને સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સાયબર ધૂતારાઓ આજકાલ સ્પિયર ફિશિંગનો વધારે ઉપયોગ કરે છે.
શું હોય છે સ્પિયર ફિશિંગ?
સ્પિયર ફિશીંગ એ ઈમેઈલથી ફ્રોડ કરવાનો પ્રયોગ છે. જેમાં કોઈ સંસ્થાને ટાર્ગેટ કરવામાં આવે છે. અને તેનો ડેટાને પરવાનગી વગર એક્સેસ કરવામાં આવે છે.
જીન્સ પહેરી કોર્ટ પહોંચ્યા વકીલ, હાઈકોર્ટે પોલીસ બોલાવી મોકલ્યા બહાર
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન, પોલીસકર્મીએ મારી હતી ગોળી
Budget 2023: બજેટમાં મધ્યમ વર્ગને શું મળશે? કઈ નવી બચત યોજના ગેમ ચેન્જર બની શકે?
ફોલો કરો આ ટિપ્સ
જો તમને મેસેજમાં એક ફોર્મ આવે છે, જેમાં તમને કોઈ પણ પ્રકારની અંગત માહિતી પૂછવામાં આવે છે, તો તરત જ બંધ તે કરો. અને ફરીથી ચેક કરો.
ઈમેઈસ મોકલનારનો સંપર્ક કર્યા વગર અથવા તેની ચકાસણી કર્યા વગર ઈમેઇલનો જવાબ ના આપશો.
સ્ક્રીન પર દેખાતા ઈમેઇલ એડ્રેસને તપાસો, તે તમારી કંપનીમાં ઉપયોગમાં લેવાતા ઈમેઇલ એડ્રેસ સાથે બરાબર મળે છે કે કેમ.
આ સાથે એ પણ તપાસો કે ઈમેઈલ મોકલનાર કંપનીનો વ્યક્તિ છે કે કેમ.
આવા ઈમેઈલમાં આવેલા એટેચમેન્ટ્સ ખોલશો નહીં કારણ કે તેમાં વાયરસ હોઈ શકે છે.
જો તમને કોઈ વેબસાઈટ પર રિડાયરેક્ટ કરવામાં આવે તો તે પણ તપાસો. વેબસાઇટ તમારી કંપનીની હોવી જોઈએ.
કોઈપણ ઈમેઈલ ક્યારેય ડિલીટ કરશો નહીં. તાત્કાલિક IT વિભાગ અથવા તમારી કંપનીના કોમ્પ્યુટર સપોર્ટ સંપર્કને જાણ કરો જેથી તેમની સામે પગલાં લઈ શકાય.
આજકાલ આવા કિસ્સાઓ બની રહ્યા છે જેમાં સાયબર ધૂતારાઓ વ્યક્તિની આધાર ડિટેલ્સનો ઉપયોગ કરીને બેંક છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories