Budgetને સમજવામાં નહી પડે મુશ્કેલી, મોદી સરકારના આઇડીયાથી દૂર થશે ટેન્શન

બજેટ (Budget 2020) એક એવો શબ્દ છે જેને સાંભળીને દરેક વ્યક્તિ ઉત્સાહિત થાય છે, પરંતુ બીજી જ પળે મન શાંત થઇ જાય છે. જોકે બજેટ (Budget 2020) ભાષણ એટલા જટિલ હોય છે કે તેને કોઇ આદ આદમી માટે સમજવી સરળ હોતી નથી. આજકાલની દોડધામ ભરેલી જીંદગીમાં લોકો પાસે એટલો સમય પણ નથી કે તે બજેટ (Budget 2020)ને લઇને અલગથી અધ્યન કરે અને તેને સમજે.

Budgetને સમજવામાં નહી પડે મુશ્કેલી, મોદી સરકારના આઇડીયાથી દૂર થશે ટેન્શન

નવી દિલ્હી: બજેટ (Budget 2020) એક એવો શબ્દ છે જેને સાંભળીને દરેક વ્યક્તિ ઉત્સાહિત થાય છે, પરંતુ બીજી જ પળે મન શાંત થઇ જાય છે. જોકે બજેટ (Budget 2020) ભાષણ એટલા જટિલ હોય છે કે તેને કોઇ આદ આદમી માટે સમજવી સરળ હોતી નથી. આજકાલની દોડધામ ભરેલી જીંદગીમાં લોકો પાસે એટલો સમય પણ નથી કે તે બજેટ (Budget 2020)ને લઇને અલગથી અધ્યન કરે અને તેને સમજે. મોદી સરકારે જનતાની આ જ મુશ્કેલીઓને સરળ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે બજેટ (Budget 2020)ને સામાન્ય લોકોની સમજ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પર #અર્થશાસ્ત્રી ( #ArthShastri) અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન 22 જાન્યુઆરીથી શરૂ થઇ ચૂક્યું છે. નાણા મંત્રાલયનું કહેવું છે કે #ArthShastri અભિયાન હેઠળ નાણા મંત્રાલયના સત્તાવાર સોશિયલ પ્લેટફોર્મ વડે પોસ્ટ કરવામાં આવ્યા છે. શરૂઆતી ટ્વિટમાં GST, દેશમાં સસ્તા દર પર ઉલબ્ધ કરવામાં આવશે LED બલ્બ વગેરે સંદર્ભમાં ટ્વિટ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પોસ્ટ ફક્ત હિન્દી અથવા અંગ્રેજીમાં નહી, પરંતુ ગુજરાતી, તેલગુ, તમિળ વગેરે 12 સ્થાનિક ભાષાઓમાં કરવામાં આવી રહ્યા છે. 

#ArthShastri કેમ્પેન હેઠળ મંત્રાલય બજેટ (Budget 2020)માં ઉપયોગ થનાર વિભિન્ન આર્થિક શબ્દાવલી જનતાને સમજાવવામાં આવશે. આ કેમ્પેન હેઠળ બજેટ (Budget 2020) સાથે સંકળાયેલા કઠિન શબ્દોને આકર્ષક અને સરળ એનિમેશન વીડિયોની મદદ વડે સમજાવવામાં આવશે. મોદી સરકારનું કહેવું છે કે જનતા જેટલું સારી રીતે બજેટ (Budget 2020)ને સમજી શકે તે દેશ માટે એટલું જ સારું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી રેલીઓમાં કહી ચૂક્યા છે કે તેમને પોતાના કામોનો હિસાબ જનતાને આપવો સારું લાગે છે, એટલા માટે તે સારી વસ્તુઓ પારદર્શી કરવાની જાહેરાત કરે છે. 

નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે, 'જિજ્ઞાસુ વિદ્યાર્થી અર્થ પોતાના પ્રશ્નોથી ભરેલા પટારાને પ્રોફેસર શાસ્રીની પાઠશાળામાં ખોલે છે. જોઇએ કે ડોક્ટર શાસ્ત્રી કયા પ્રકારે પોતાની ઉંડી સમજ સાથે તેના મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપે છે. 22 જાન્યુઆરી પહેલાં સવારે #અર્થશાસ્ત્રીના ક્લાસમાં ભાગ લો. નાણા મંત્રાલયે બજેટ (Budget 2020)ના વાયદાઓ અને તેને પુરા કરવામાં જાણકારી આપવા માટે વધુ એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાને #હમારાભરોસા હેઠળ ચલાવવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે બજેટ (Budget 2020) શનિવારે (1 ફેબ્રુઆરી)ના રોજ રજૂ કરવામાં આવશે. દેશના ઘણા વિસ્તારોમાં સુસ્તીના લીધે આ બજેટ (Budget 2020) પર લોકોનું ખાસ ધ્યાન છે. ભારતનો જીડીપી દર જુલાઇ-સપ્ટેમ્બરમાં ઘટીને 4.5 ટકા રહી ગયો, જે 2013 બાદ સૌથી મોટી ધીમી ગતિ છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે પાંચ ટકાના વધારાનું અનુમાન લગાવ્યું, જે 11 વર્ષોમાં સૌથી ઓછું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news