બજારમાં કાર ઉતારી શકે છે પતંજલિ, પાણીની માફક પૈસા વરસાવી રહી છે કંપનીઓ

દેશના બજારમાં જોરદાર નફો કમાનાર બાબા રામદેવની કંપની પતંજલિને હવે સ્ટીલથી માંડીને રસાયણ અને ઇલેક્ટ્રિક કારથી માંડીને મોબાઇલ ફોન ચિપ બનાવવા માટે ઘણા પ્રસ્તાવ મળી રહ્યા છે. કંપનીના સીઇઓ અને બાબાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ ખુલાસો કર્યો છે કે તેમને જોઇંટ વેંચર તરીકે ઇલેક્ટ્રિક કાર, મોબાઇલ ચિપ અને સ્ટીલ નિર્માણના પ્રસ્તાવ મળી રહ્યા છે જેના પર કંપની વિચાર કરી રહી છે. થોડા દિવસો પહેલાં આચાર્ય બાલકૃષ્ણએ નોઇડામાં સોલાર એનર્જીના સામાન બનાવનાર એક મોટી કંપનીમાં 100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. 
બજારમાં કાર ઉતારી શકે છે પતંજલિ, પાણીની માફક પૈસા વરસાવી રહી છે કંપનીઓ

નવી દિલ્હી: દેશના બજારમાં જોરદાર નફો કમાનાર બાબા રામદેવની કંપની પતંજલિને હવે સ્ટીલથી માંડીને રસાયણ અને ઇલેક્ટ્રિક કારથી માંડીને મોબાઇલ ફોન ચિપ બનાવવા માટે ઘણા પ્રસ્તાવ મળી રહ્યા છે. કંપનીના સીઇઓ અને બાબાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ ખુલાસો કર્યો છે કે તેમને જોઇંટ વેંચર તરીકે ઇલેક્ટ્રિક કાર, મોબાઇલ ચિપ અને સ્ટીલ નિર્માણના પ્રસ્તાવ મળી રહ્યા છે જેના પર કંપની વિચાર કરી રહી છે. થોડા દિવસો પહેલાં આચાર્ય બાલકૃષ્ણએ નોઇડામાં સોલાર એનર્જીના સામાન બનાવનાર એક મોટી કંપનીમાં 100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. 

કંપની ખરીદવાના મામલે અદાણીને પાછળ ધકેલી
અઢળક કમાણીના લીધે પતંજલિ ના ફક્ત અલગ-અલગ ગ્રુપ્સની સાથે ભાગીદારી કરી રહી છે પરંતુ નુકસાન કરતી કંપનીઓની બોલી પણ લગાવી રહી છે. તાજેતરમાં જ પતંજલિએ રૂચિ સોયા ઇંડસ્ટ્રીઝને ખરીદવા માટે 5800 કરોડની સૌથી મોટી હરાજી લગાવવામાં આવી. અદાણી વિલમર જેવી મોટી કંપની, રૂચિ સોયા પ્રાપ્ત કરનાર 3200 કરોડ સુધી વધી શકી. ગોદરેજે જે ભાવ લગાવ્યા તે એટલા ઓછા હતા કે કંપની રેસમાંથી બહાર થઇ. જાણકારોનું કહેવું છે કે બાબા પાસે આજે જેટલી કેશ છે એટલી કેશ એકસમયે સહારા ઇંડીયાના માલિક સુબ્રતો રોય પાસે હતી. કેશના લીધે બાબા હવે રૂચિ સોયા જેવી ઇંડસ્ટ્રી ખરીદવા જઇ રહ્યા છે. 

બાલકૃષ્ણ આચાર્ય હવે મુકેશ અંબાણીની હરોળમાં ઉભા છે
આંતરરાષ્ટ્રીય રિસર્ચ એજન્સી હુરૂન ઇંડીયાએ દેશના દસ મોટા અમીરોની યાદીમાં જ્યાં મુકેશ અંબાણીને પહેલા સ્થાને મુક્યા છે તો બીજી તરફ આચાર્ય બાલકૃષ્ણને આઠમા સ્થાને છે. આચાર્ય આજે પતંજલિ ગ્રુપની 34 કંપનીઓ અને ત્રણ મોટા ટ્રસ્ટ સર્વેસર્વા છે. તેમની અંગત સંપત્તિ 70,000 કરોડથી વધુ ગણવામાં આવી રહી છે. ફક્ત બે વર્ષમાં આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં પતંજલિએ પોતાનો વેપાર બમણા કરતાં વધુ કરી દીધો છે જોકે નોટબંધી અને જીએસટીના લીધે ગણ નાણાકીય વર્ષમાં પતંજલિ સેલ્સમાં કોઇ ચમત્કાર જોવા મળ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news