કેજરીવાલે કાર્ટુન દ્વારા વડાપ્રધાન પર સાધ્યું નિશાન: લોકોએ કર્યા ટ્રોલ

કેરાના સહિત દેશી 14 સીટોની પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ વિરોધી પાર્ટીઓને ભાજપની વિરુદ્ધ બોલવાની તક આપી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી અને તેમનાં વડા અરવિંદ કેજરીવાલ પણ આ રેસમાં સામેલ થઇ ગયા છે. ગુરૂવારે 14માંથી ભાજપ માત્ર 2 સીટ પર જ જીત નોંધાવી શકી હતી. તેમાં એક મહારાષ્ટ્રની પાલઘર સીટ અને બીજી ઉતરાખંડની થરાલી વિધાનસભા સીટ રહી હતી. ભાજપનાં આ પરાજય અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્ટુન શેર કર્યું હતું. 
કેજરીવાલે કાર્ટુન દ્વારા વડાપ્રધાન પર સાધ્યું નિશાન: લોકોએ કર્યા ટ્રોલ

નવી દિલ્હી : કેરાના સહિત દેશી 14 સીટોની પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ વિરોધી પાર્ટીઓને ભાજપની વિરુદ્ધ બોલવાની તક આપી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી અને તેમનાં વડા અરવિંદ કેજરીવાલ પણ આ રેસમાં સામેલ થઇ ગયા છે. ગુરૂવારે 14માંથી ભાજપ માત્ર 2 સીટ પર જ જીત નોંધાવી શકી હતી. તેમાં એક મહારાષ્ટ્રની પાલઘર સીટ અને બીજી ઉતરાખંડની થરાલી વિધાનસભા સીટ રહી હતી. ભાજપનાં આ પરાજય અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્ટુન શેર કર્યું હતું. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 1, 2018

કેજરીવાલે આ કાર્ટુન દ્વારા ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમાં ભાજપની હાર માટે વધેલા પેટ્રોલ અને ડિઝલનાં ભાવને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનાં આ કાર્ટુનને શેર કરતા જ સોશ્યલ મીડિયા પર તેમને જ લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા. કેટલાક યુઝર્સે તેમનાં જુના નિવેનદ અને તેમનાં સાથીઓનાં હવાલા ટાંકીને તેમનાં પર નિશાન સાધવા લાગ્યા હતા. કેટલાક યુઝર્સે તો અરવિંદ કેજરીવાલને તે નેતાઓનાં ટ્વિટની યાદ અપાવી જે તમણે ચૂંટણી પહેલા ઇશ્યું કરી હતી અને તે નેતાઓને ભ્રષ્ટ ગણાવ્યા હતા. જો કે આજકાલ કેજરીવાલ તે તમામની માફી માંગી રહ્યા છે. 

— Err... (@Gujju_Er) June 1, 2018

કેટલાક યુઝર્સે કેજરીવાલને પંજાબનાં શાહકોટમાં આમ આદમી પાર્ટીની થયેલી પરિસ્થિતી અંગે ચિંતન કરવા જણાવ્યું હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારની જામીન પણ જપ્ત થઇ ગઇ હતી. ભાજપનાં કેરાના ઉપરાંત ગોંદિયા ભંડારા સીટ પર પણ હારનો સામનો કરવો પડ્યો હતો. 10 વિધાનસભામાંથી તેને માત્ર 1 જ સીટ મળી હતી. 

 

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 1, 2018

— Err... (@Gujju_Er) June 1, 2018

— Err... (@Gujju_Er) June 1, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news