ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન
Trending Photos
બેંકના ગ્રાહકો હોવાના નાતે તમને બધા જ પ્રકારના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે એકાઉન્ટ ખોલાવતી વખતે બેંક દ્વારા આ પ્રકારની જાણકારીઓ છુપાવવામાં આવે છે. જોકે બેંક, ડોક્યુમેંટ પર નિયમ અને શરતો લખેલી હોય છે, પરંતુ તે એટલી બારીક હોય છે કે ગ્રાહક તેને વાંચતા નથી. આરબીઆઇના નિયમ અનુસાર બેંકની જવાબદારી બને છે કે તે ગ્રાહકને યોગ્ય અને પૂરી જાણકારી આપે. અમે તમને એવી 8 વાતો વિશે જણાવીશું જેના વિશે બેંક ગ્રાહકો સાથે ચર્ચા કરતી નથી.
આવો જાણીએ આ 8 વાતો વિશે, જે બેંક મોટાભાગે તમારાથી છુપાવે છે
1- લોંગ ટાઇમ કસ્ટમર પ્રિવેલેઝ
અન્ય ઓર્ગેનાઇઝેશનની માફક બેંકમાં પણ લોયલ અને જૂના ગ્રાહકોને વધુ પ્રિવિલેઝ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગના કેસમાં બેંક આ પ્રકારની કોઇ જાણકારી પોતાના ગ્રાહકોને જણાવતી નથી. તમને તેના વિશે પોતે તમારે જાતે પૂછવું પડશે. જો બેંકને તેના વિશે વાત કરવામાં આવે તો તે મોટાભાગે પોતાના જૂના ગ્રાહકોને ફીસ વેવર (બેંકમાં લાગનાર ચાર્જમાં છૂટ) આપે છે.
2- ડેબિટ કાર્ડ ખોવાઇ જતાં તમારું એકાઉન્ટ કેટલું સુરક્ષિત છે?
જો આપણે કાર્ડ ચોરી થતાં અથવા ખોવાઇ જવાની વાત કરીએ છીએ તો તમને જણાવી દઇએ કે તમારા ડેબિટ કાર્ડથી વધુ સુરક્ષિત ક્રેડિટ કાર્ડ છે. કોઇપણ બેંક તમને તેના વિશે જણાવશે નહી. તમારા બેંકર સાથે વાત કરીને તમારા કાર્ડ ગુમ થતાં કે ચોરી થવાની સ્થિતિમાં સુરક્ષાની જાણકારી લો.
ભારતીય સ્ટેટ બેંક એક ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP) આપે છે, જે આ પ્રકારની પરિસ્થિતિઓમાં તમને મદદગાર થાય છે. તમારી બેંક પાસેથી તપાસ કરો કે શું તેમની પાસે પણ એવી કોઇ સ્કીમ છે? આ પ્રકારે તમે તમારા કાર્ડને વધુ સુરક્ષિત કરી શકો છો.
3- વધુ વ્યાજ દરવાળા એકાઉન્ટ
મોટાભાગની બેંક ઘણા પ્રકારના એકાઉન્ટ ઓફર કરે છે. કેટલાક એકાઉન્ટ એવા હોય છે, જેમાં વધુ વ્યાજ મળે છે. એવામાં કોઇ બેંક તમને તેના વિશે જણાવે તે જરૂરી નથી. બેંકમાં કેટલા પ્રકારના એકાઉન્ટ છે અને તેમાંથી તમને શામાં વધુ ફાયદો થશે. તે વિશે તમને જાતે ખબર પડી જશે. વધુ રિટર્ન કમાવવા માંગો છો તો પહેલાં પહેલાં જાણી લો કે કયા એકાઉન્ટ પર વધુ વ્યાજ મળે છે. ત્યારે પૈસા રોકાણ કરે.
4- ચેક ક્લીયરન્સનો સમય
જ્યારે તમારા એકાઉન્ટમાં એક ચેક જમા કરવામાં આવે છે તો તમારા એકાઉન્ટમાં પૈસા તે સમયે જ આવતા નથી, પરંતુ તેમાં થોડો સમય લાગે છે. જો ચેક ક્યાંક બહારનો હોય તો થોડો વધુ સમય લાગે છે. ચેક ક્લીયરન્સનો સમય બેંક પર પણ નિર્ભર કરે છે, પરંતુ જો ચેક તે જ બેંકનો છે તો 1 દિવસમાં જ ક્લીયર થઇ જાય છે. જો ચેક બીજી બેંકનો હોય તો 2-3 વર્કિંગ ડે લાગે છે.
જૂન 2012 ના રોજ ભારતીય રિઝર્વ બેંકે બધી બેંકોના ડિજિલાઇઝેશનના નિર્દેશ આપ્યા હતા જેથી ચેક ક્લિયરન્સ ઝડપથી કરી શકાય. તે સમયે અન્ય રાજ્યના ચેકને ક્લિયર થવામાં 15 દિવસથી 3 અઠવાડિયાનો સમય લાગતો હતો. બસ અહીં જ બેંક ફાયદો કમાય છે. તમારા એકાઉન્ટમાં પૈસા આવવામાં જેટલો વધુ સમય લાગે છે, બેંક માટે એટલો જ ફાયદો છે. બેંકોને આ પૈસા તે સમય માટે ફ્રી ફંડ ફ્લોટ તરીકે મળી જાય છે અને તે તેનો ફાયદો કમાય છે. એવો જ કેસ 2011 નો છે જ્યારે બેંકોને ચેક ક્લીયર કરવામાં મોડું કરવાથી લગભગ 620 કરોડની કમાણી થઇ હતી.
5- એટીએમ ટ્રાંજેક્શનની દરેક રિસિપ્ટ સંભાળીને રાખો
એટીએમ ટ્રાંજેક્શનની દરેક રસીદ સંભાળીને રાખવી જોઇએ. કારન કે એટીએમ એક ઓટોમેટેડ પ્રોસેસ છે. જે સોફ્ટવેરના માધ્યમથી આ પ્રક્રિયા કામ કરે છે, તે કેટલીક ભૂલો પણ કરી શકે છે. તેના લીધે ઘણા ટ્રાંજેકશન ડુપ્લિકેટ પણ બની શકે છે, જે તમારા માટે નુકસાનકારક હશે. આ બધી મુશ્કેલીઓથી બચવા માટે એટીએમ ટ્રાંજેક્શનની દરેક રિસિપ્ટને સંભાળીને રાખો, જેથી પૈસા અને વધુ સુરક્ષિત રહે. સમય આવતાં તમએ આ રસીદોને બેંકને બતાવી પણ શકો છો.
6- લઘુ ઉદ્યોગ લોન
જો તમે નાના બિઝનેસ માટે લોન લઇ રહ્યા છો તો તમારે લોનની ક્લિયરન્સના ચાન્સ ખૂબ ઓછા છે. બેંક નાના બિઝનેસવાળાઓને લોન આપવામાં ખૂબ તપાસ કરે છે. તેનો પ્રયત્ન રહે છે કે એવા લોકોને લોન ન આપવામાં અવે. તેમનું માનવું છે કે નાના બિઝનેસ બેંકના પૈસા લઇને ભાગી જાય છે અને પછી બેંકને પોતાના પૈસા લેવા માટે તેમના ચક્કર પણ લગાવવા પડે છે.
7- દરેક ટર્મ (Term) ને યોગ્ય રીતે સમજો
કોઇપણ ડોક્યુમેંટ પર સહી કરતાં પહેલાં યોગ્ય રીતે વાંચી લો. તેમાં તમને એવા શબ્દો મળી શકે છે, જેનો અર્થ તમને ખબર નહી હોય. એવા શબ્દોને ઇગ્નોર કરવાના બદલે તેનો અર્થ પૂછો. ડોક્યુમેંટને સહી કરતાં પહેલાં આ શબ્દોનો અર્થ ન સમજતાં તમને નુકસાન પણ થઇ શકે છે. જોકે તેમાં કસ્ટમર અને બેંક ઓફિસરનો સમય ખર્ચ થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં તમને યોગ્ય ફાયદો થશે.
8- કરંટ એકાઉન્ટમાં પૈસા
સામાન્ય રીતે લોકો ચેક બાઉન્સ થવાની સ્થિતિથી બચવા માટે ઘણા ઉપાય કરે છે. કેટલાક લોકો તો પોતાના કરંટ એકાઉન્ટમાં વધુમાં વધુ પૈસા રાખે છે જેથી ચેક બાઉન્સ ન થાય. ચેક બાઉન્સ થતાં પેનલ્ટી ચૂકવવી પડે છે, જેનાથી બચવા માટે આ બધુ કરવામાં આવે છે. આ પૈસાને જો તમે સેવિંગ એકાઉન્ટમાં રાખો છો તો તેના પર તમને વધુ વ્યાજ આપે છે. ફક્ત ચેક બાઉન્સથી બચવા માટે કરંટ એકાઉન્ટમાં પૈસા રાખવાના બદલે સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ કરો. ચેક બાઉન્સ ન થાય તે માટે ચેક ઇશ્યૂ કરતાં પહેલાં ધ્યાન રાખો કે એકાઉન્ટમાં પુરતા પૈસા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે