નવેમ્બરમાં સતત 5 દિવસ બંધ રહેશે તમામ બેંકો, જાણો શું છે કારણ?
Bank Holiday :મોટા ભાગના રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી અને છઠ્ઠના કારણે મોટાભાગની બેંકો બંધ રહેશે. આ સિવાયના પણ તહેવારો આવી રહેલા હોવાથી બેંકો બંધ રહેશે.
Trending Photos
નવી દિલ્હી: મોટા ભાગના રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી અને છઠ્ઠના કારણે મોટાભાગની બેંકો બંધ રહેશે. આ સિવાયના પણ તહેવારો આવી રહેલા હોવાથી બેંકો બંધ રહેશે. માત્ર યુપીમાં જ નવેમ્બર મહિનામાં દિવાળીમાં સતત 5 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇ બીજના દિવસે બેંકો બંઘ રહેશે. અને ત્યાર બાદના બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર રજાઓ છે.
કઇ તારીખે બેંકો રહેશે બંધ
બેંકો બંધ થવાની તારીખોમાં 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરે નૂતન વર્ષ(ગોવર્ધન પૂજા) અને 9મી તારીખે ભાઇ બીજની રાજાઓ છે. જ્યારે 10મીએ મહિનાનો બીજો શનિવાર અને 11 નવેમ્બરે રવિવાર હોવાથી બેંકોમાં રજાઓ છે. એટલે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી સતત 5 દિવસ સુધી બેંકોમાં રજા રહેવાની છે. આ પ્રકારે યુપી સહિત અનેક રાજ્યોમાં રજાઓ રહેશે.
વધુ વાંંચો...રેલવેની રામાયણ એક્સપ્રેસ : સાવ સસ્તામાં 16 દિવસનો અફલાતુન પ્રવાસ, વિગતો જાણવા કરો ક્લિક
બિહારમાં 12-14 નવેમ્બરે છઠ્ઠની રજાઓ
છઠ્ઠનો તહેવાર, ગુરૂ તેગ બહાદુર શહીદી દિવસ અને ઇદએમિલાદ જેવા તહેવારો પર પણ રાજ્યોમાં બેંકોમાં બંધ રહેશે. બિહારમાં 12,13,14 નવેમ્બરે છઠ્ઠને કારણે બેકો બંધ રહેશે.
આ રાજ્યોમાં 7 થી 9 નવેમ્બર સરકારી રજાઓ રહેશે
રાજસ્થાન, પંજાબ, ગુજરાત, કર્નાટક, મહારાષ્ટ્ર, હરિયાણામાં બે-બે દિવસ એટલે કે 7 અને 8 નવેમ્બર સતત બે દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, અસમ, ઓડિશા, સિક્કિમ, નાગાલેન્ડમાં એક-એક દિવસની એટલે કે 7 નવેમ્બરે જ રજાઓ છે.
આ તારીખોમાં રહેશે રજાઓ
7થી9 નવેમ્બર - દિવાળી(મોટાભાગના રાજ્યોમાં રજાઓ રહેશે)
21 નવેમ્બર- ઇદએમિલાદ(અમૂક રાજ્યોમાં રજાઓ રહેશે)
23 નવેમ્બર- ગુરુનાનક જયંતી(આમૂક રાજ્યોમાં રજાઓ રહેશે)
10 અને 24 નવેમ્બર- બીજો અને ચોથો શનિવાર(મોટાભાગના રાજ્યોમાં રજા રહેશે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે