મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સુપર્બ સુવિધાઓ, જુઓ VIDEO
બુલેટ ટ્રેનમાં ફોલ્ડેબલ બેડ્સની સુવિધાઓ હશે. આ સુવિધા અત્યાર સુધી કોઈ પણ ટ્રેનમા અપાતી નથી. આ ઉપરાંત અલગ અલગ કામ માટે તેમાં અલગ અલગ રૂમ બનાવવામાં આવશે.
Trending Photos
દેશની પહેલી બુલેટ ટ્રેનની તો સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. આ ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ મળવાનો દાવો થઈ રહ્યો છે. મોદી સરકારના આ સૌથી મોટા પ્રોજેક્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પહેલી બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે. વર્ષ 2022 સુધીમાં તે શરૂ થાય તેવી શક્યતા છે. ભારતના આ પ્રોજેક્ટને જાપાન ફંડિંગ કરી રહ્યું છે. 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડનારી આ બુલેટ ટ્રેનમાં અનેક સુવિધાઓ અપાશે. એવો દાવો કરાઈ રહ્યો છે કે ભારતમાં દોડી રહેલી કોઈ પણ ટ્રેનમાં અત્યાર સુધી આ પ્રકારની સુવિધાઓ નથી.
ફોલ્ડેબલ બેડ્સ મળશે
બુલેટ ટ્રેનમાં ફોલ્ડેબલ બેડ્સની સુવિધાઓ હશે. આ સુવિધા અત્યાર સુધી કોઈ પણ ટ્રેનમા અપાતી નથી. આ ઉપરાંત અલગ અલગ કામ માટે તેમાં અલગ અલગ રૂમ બનાવવામાં આવશે. રિપોર્ટસનું માનીએ તો બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એસી ફર્સ્ટ ક્લાસની સરખામણીમાં 1.5 ઘણું વધુ ભાડું ચૂકવવું પડશે.
580 કિમીનું અંતર કાપશે પહેલી બુલેટ ટ્રેન
દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે કુલ 508.17 કિમીનું અંતર કાપશે. જેમાં 155.76 કિમી મહારાષ્ટ્ર, 384.04 કિમી ગુજરાત અને 4.3 કિમી દાદરા નાગર હવેલીનો ભાગ કવર થશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની આ બુલેટ ટ્રેનના 12 સ્ટેશન હશે. મુંબઈથી શરૂ થઈને આ ટ્રેન થાણા, વાપી, વિરાર, બોઈસર, વડોદરા, બિલિમોરા, સુરત, ભરૂચ, સાબરમતી, આણંદ થઈને અમદાવાદ પહોંચશે. બુલેટ ટ્રેનને અંડર સી રેલ ટનલ એટલે કે સમુદ્રની અંદર બનેલી એક રેલ ટનલમાં પણ દોડાવવાની ચર્ચા છે.
NHSRCLએ બહાર પાડ્યો વીડિયો
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ બુલેટ ટ્રેનનો એક વીડિયો બહાર પાડ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતમાં દોડનારી આ બુલેટ ટ્રેનમાં કઈ કઈ સુવિધાઓ હશે.
To ensure comfort & safety of their passengers, #MAHSR will be equipped with multiple features. One of them will be the Multi-purpose Room installed in train for the needs of feeding mother's & patients. These rooms will also have folding beds, baggage racks & mirrors. #NHSRCL pic.twitter.com/jGQg555PSv
— NHSRCL (@nhsrcl) April 29, 2019
બુલેટ ટ્રેનમાં મળશે આ સુવિધાઓ
NHSRCLએ ટ્વિટ કરીને વીડિયો બહાર પાડ્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે અલગ અલગ પ્રકારના રૂમ બનાવવામાં આવ્યાં છે. તમામ રૂમમાં ફોલ્ડેબલ બેડ્સ જોવા મળે છે. રેલવેએ નવજાત બાળકને ફીડ કરાવવા માટે તેમાં અલગ રૂમની પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત બીમાર લોકો માટે પણ રૂમનો ઉપયોગ થઈ શકશે. સામાન રાખવા માટે રેક્સ હશે. સીટની ઉપર ફ્લાઈટ્સની જેમ કેબિન હશે.
10 રૂટ્સ પર દોડશે બુલેટ ટ્રેન
રેલવે બોર્ડે NHSRCLને 10 બુલેટ ટ્રેન રૂટ્સ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. બુલેટ ટ્રેનને ભારતના 10 રૂટ પર દોડાવવામાં આવશે. 10 રૂટના પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ 10 લાખ કરોડ રૂપિયા છે. બધુ મળીને તે 6000 કિમીનું અંતર કાપશે. મુંબઈ-અમદાવાદ ઉપરાંત બુલેટ ટ્રેન નવી દિલ્હી-અમૃતસર, નવી દિલ્હી- મુંબઈ, નવી દિલ્હી-કોલકાતા, નવી દિલ્હી-વારાણસી, ચેન્નાઈ-બેંગ્લુરુ, પટણા-કોલકાતા ઉપર પણ દોડાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે