Anand Mahindra એ Rohit Shetty ને કહ્યું મારી આ ગાડી ઉડાડવા માટે તમારે ન્યૂક્લિયર બોમ્બની જરૂર પડશે!

Anand Mahindra એ Rohit Shetty ને કહ્યું મારી આ ગાડી ઉડાડવા માટે તમારે ન્યૂક્લિયર બોમ્બની જરૂર પડશે!

નવી દિલ્લીઃ બોલીવુડમાં ફાઈટ સીનની વાત આવે ત્યારે હવામાં ગાડી ઉડતી દેખાય તો સમજી લેવું આ બોસ, આ રોહિત શેટ્ટીની જ ફિલ્મ હશે. રોહિત શેટ્ટી એક એવા નિર્માતા છે, જેને પોતાને ગાડીઓની તોડફોડમાં ખુબ જ રસ પડે છે. તેમણે ઘણે વાર પોતાના ઈન્ટરવ્યૂમાં પણ આ વાત કહી છેકે, તેમને આ પ્રકારની સીન્સ ક્રિએટ કરવામાં ખુબ મજા આવે છે. એટલું જ નહીં આ પ્રકારના ફાઈટ સીન્સથી બોલીવુડની મુવીમાં પણ હોલીવુડની જલક જોવા મળે છે. 

 

— anand mahindra (@anandmahindra) May 21, 2022

 

ત્યારે જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર લોકો સાથે જોડાયેલા છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન ટ્વિટર પર પોતાના ટ્વીટ કે કોમેન્ટ્સથી લોકોનું દિલી જીત લે છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી માટે એક ટ્વીટ કર્યું છે. હાલ મહિન્દ્રા સ્કોર્પિયો- એન 27 જૂને લોન્ચ થવા જઈ રહી છે. આ પહેલાં તેના લૂકનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ટીઝર અંગે એક યૂઝરે આનંદ મહિન્દ્રાને ટેગ કરીને એક મીમ શેર કર્યું. આ મીમમાં, જોની લિવરનો ફેમસ ડાયલોગ- અબ મજા આયેગાના બિડુ શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં યૂઝરે લખ્યું હતું કે, રોહિત શેટ્ટી હવે તેને ઉડાડવાનું વિચારી રહ્યો છે.

ત્યારે આ ટ્વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, રોહિત શેટ્ટી જી, આ કાર ઉડાડવા માટે તમારે પરમાણુ બોમ્બની જરૂર પડશે. સોશિયલ મીડિયા પર આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી પોતાની મોટા ભાગની ફિલ્મોમાં ઘણી બધી ગાડીઓને ઉડાડતા સીન બતાવે છે. જેથી રોહિત શેટ્ટી પર બનતા મીમ્સ વાયરલ થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news