Multibagger Stock: આ શેરનો છે જબરો ઠાઠ, 1 લાખના બની ગયા એક કરોડ, આંખો મીચીને ખરીદી લો

Stock To Buy- સાધના નાઈટ્રો કેમના શેરની કિંમત 22 જાન્યુઆરી, 2016ના રોજ માત્ર 84 પૈસા હતી. હવે આ શેરની કિંમત વધીને 93.81 રૂપિયા થઈ ગઈ છે.

Multibagger Stock: આ શેરનો છે જબરો ઠાઠ, 1 લાખના બની ગયા એક કરોડ, આંખો મીચીને ખરીદી લો

Stock Market: સ્પેશલ્ટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની સાધના નાઈટ્રો કેમ (Sadhana Nitro Chem) ના શેરોએ રોકાણકારોને ચાંદી જ ચાંદી કરાવી દીધી છે. આઠ વર્ષમાં આ સ્ટોકે 1 લાખ રૂપિયાને 1 કરોડમાં બદલી દીધા છે. બ્રોકરેજ ફર્મ વેન્ચુરા સાધનાએ નાઈટ્રો કેમના શેર ખરીદવાની સલાહ આપી છે. શુક્રવાર,12 જાન્યુઆરીએ આ શેર બીએસઈ પર નજીવા વધારા સાથે રૂ. 93.81 પર બંધ થયો હતો.

સાધના નાઈટ્રો કેમ (Sadhana Nitro Chem) નો શેર તેના એક વર્ષના નીચલા સ્તરેથી અત્યાર સુધીમાં 42 ટકા રિકવર થયો છે. આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી 67.80 રૂપિયા છે. જો કે, આ સ્ટોક હજુ પણ તેની એક વર્ષની ઊંચી સપાટીથી 23 ટકા ડાઉનસાઈડ છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 121.42 રૂપિયા છે. બ્રોકરેજ વેન્ચુરા માને છે કે હવે આ સ્ટોક ટેકઓફ કરવા માટે તૈયાર છે.

માત્ર 8 વર્ષમાં બન્યા કરોડપતિ 
સાધના નાઈટ્રો કેમના શેરની કિંમત 22 જાન્યુઆરી 2016ના રોજ માત્ર 84 પૈસા હતી. હવે આ શેરની કિંમત વધીને 93.81 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આઠ વર્ષના ગાળામાં આ શેરે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. જો કોઈ રોકાણકારે સાધના નાઈટ્રો કેમના શેરમાં આઠ વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું અને હજુ પણ રોકાણ કર્યું છે, તો હવે તેના રોકાણકારનું મૂલ્ય વધીને રૂ. 11,171,428 થઈ ગયું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સાધના નાઈટ્રો કેમના શેરોએ રોકાણકારોને 250 ટકા વળતર આપ્યું છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન રોકાણકારોની મૂડી લગભગ પાંચ ગણી વધી છે. એ જ રીતે, છેલ્લા ત્રણ વર્ષમાં, કંપનીના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકનો રેટ 14.20 રૂપિયા હતો જે હવે ત્રણ વર્ષમાં વધીને 93.81 રૂપિયા થયો છે. આ રીતે, ત્રણ વર્ષમાં સાધના નાઈટ્રો કેમના શેરોએ રોકાણકારોને 560 ટકાનું મજબૂત વળતર આપ્યું છે.

નાઈટ્રોબેન્ઝીન બનાવનાર દિગ્ગજ કંપનીઓમાં છે સામેલ
સાધના નાઈટ્રો કેમ એ દેશમાં નાઈટ્રોબેન્ઝીનનું ઉત્પાદન કરતી અગ્રણી કંપનીઓમાંની એક છે અને ODB2 (કલરફોર્મર)નું ઉત્પાદન કરતી એકમાત્ર સ્થાનિક કંપની છે. તાજેતરમાં, નાઈટ્રોબેન્ઝીનમાંથી પેરા એમિનો ફેનોલ (PAP) બનાવવા માટે PLI સ્કીમ તેને ફાળવવામાં આવી છે. સાધના નાઈટ્રો કેમ નાઈટ્રોબેન્ઝીનમાંથી પેરા એમિનો ફિનોલનું ઉત્પાદન કરનારી માલિન્ક્રોડ ફાર્મા પછી વિશ્વની બીજી કંપની બનશે. આ ખાસ છે કારણ કે નાઈટ્રોબેન્ઝીનમાંથી બનેલા PAPમાં અશુદ્ધિઓ લગભગ નહિવત્ હોય છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર રહેશે નહી. ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news