SBI માં એકવાર 5 લાખ રૂપિયાના રોકાણ પર કરો દર મહિને 70000 ની કમાણી! જાણો કઈ રીતે

SBI Business: ATM કેબિન માટે, તમારી પાસે 50 થી 80 ચોરસ ફૂટ જગ્યા હોવી આવશ્યક છે. ઉપરાંત, તે અન્ય એટીએમથી લગભગ 100 મીટરના અંતરે હોવું જોઈએ. આ જગ્યા એવી હોવી જોઈએ, જ્યાં લોકો સરળતાથી જઈ શકે.

SBI માં એકવાર 5 લાખ રૂપિયાના રોકાણ પર કરો દર મહિને 70000 ની કમાણી! જાણો કઈ રીતે

નવી દિલ્લીઃ હાલના સમયમાં કોઈપણ ધંધો કરવો સરળ નથી કારણકે, એમાં ટાઈમ, પૈસા અને પ્રયત્ન ત્રણેયની જરૂર પડે છે. પરંતુ જો કોઈ તમને કહે કે 5 લાખ રૂપિયાના રોકાણ પર તમે દર મહિને 60 થી 70 હજાર રૂપિયા કમાઈ શકો છો તો તમે શું કહેશો? કોઈ વ્યક્તિ આવી જવબરદસ્ત તક ગુમાવવા માંગે નહીં. તમે પણ નહીં. આ વાંચીને તમે પણ વિચારી રહ્યા હશો કે પૈસા ક્યાં રોકાણ કરવા, તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ SBI ATM ફ્રેન્ચાઈઝી વિશે.

એટીએમ ઇન્સ્ટોલેશનનું કામ કોન્ટ્રાક્ટ પર કરવામાં આવે છેઃ
કદાચ તમે વિચારતા હશો કે બેંક પોતે જ ATM લગાવે છે. પરંતુ એવું નથી, હકીકતમાં એટીએમ ઈન્સ્ટોલેશનનું કામ બેંક કોન્ટ્રાક્ટ પર પૂર્ણ થાય છે. બેંકના કોન્ટ્રાક્ટરો જ અલગ અલગ જગ્યાએ આ કામ કરાવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ATM ઈન્સ્ટોલેશન માટે Tata Indicash, Muthoot ATM અને India One ATM સાથે જોડાણ કર્યું છે.

સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરો:
જો તમે પણ SBI ATM ફ્રેન્ચાઈઝી માટે અરજી કરવા માંગો છો, તો તમારે ઉપરોક્ત કંપનીઓની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. આ કામમાં તકેદારી રાખવી જરૂરી છે, તમારે કોઈ પણ અરજી સત્તાવાર વેબસાઈટ દ્વારા જ સબમિટ કરવી જોઈએ કારણ કે છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

SBI ATM ફ્રેન્ચાઇઝ માટે અરજી કરવાની શરત:
ATM કેબિન માટે તમારી પાસે 50 થી 80 ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે. ઉપરાંત, તે અન્ય એટીએમથી લગભગ 100 મીટરના અંતરે હોવું જોઈએ. તેમજ આ જગ્યા એવી જગ્યા હોવી જોઈએ, જ્યાં લોકો તેને સરળતાથી જોઈ શકે. અહીં લાઈટની પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ અને 1KW વીજળીનું જોડાણ પણ જરૂરી છે. કેબિન, કોંક્રીટની છત અને સિમેન્ટની દિવાલો હોવી જરૂરી છે. જો તમારી જગ્યા કોઈ સોસાયટીમાં અથવા કોઈ ઓથોરિટી હેઠળ છે તો તમારે ત્યાંથી NOC લેવી પડશે.

જરૂરી દસ્તાવેજો:

  • આધાર, પાન કાર્ડ અને મતદાર આઈડી
  • રેશન કાર્ડ, વીજળી બિલ
  • બેંક એકાઉન્ટ અને પાસ બુક
  • ફોટોગ્રાફ, ઈ-મેલ આઈડી અને ફોન નંબર
  • gst નંબર
  • કંપની દ્વારા માંગવામાં આવેલ નાણાકીય દસ્તાવેજો

 

ATM ફ્રેન્ચાઈઝીથી કમાણી:
ATM ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે તમારે 2 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અને 3 લાખ રૂપિયાની કાર્યકારી મૂડી કરવાની જરૂર પડશે. આ રોકાણ કર્યા પછી, બેંક તમને દરેક રોકડ વ્યવહાર માટે 8 રૂપિયા અને બેલેન્સ ચેક અને ફંડ ટ્રાન્સફર વગેરે જેવા દરેક બિન-રોકડ વ્યવહાર માટે 2 રૂપિયા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news