Rules: નવી કાર લાવ્યા અને ચોરાઈ જાય તો શું બેંકના EMI ભરવા પડશે? જાણી લો શું છે નિયમ
Car Loan: આ દરેકના મનમાં ચર્ચાતો પ્રશ્ન છે. જો તમારી ઇંશ્યોરેન્સ પોલિસીમાં ચોરીનો ક્લેમ કવર થતો હોય તો તમે ઇંશ્યોરેન્સ કંપનીમાં કાર ચોરીનો ક્લેમ કરી શકો છો. ત્યારબાદ ઇંશ્યોરેન્સ કંપની તમારી કારની IDV (Insured Declared Value)ના આધારે પહેલાં લોનનું પેમેંટ કરશે અને બાકીની લોન ચૂકવ્યા બાદ પણ ક્લેમના પૈસા બચે છે તો તે તમને મળશે. જો કોઇ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં એ જરૂરી નથી કે કોઇ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય.
Trending Photos
Car Loan EMI: જો કોઇ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં એ જરૂરી નથી કે કોઇ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય. એટલા માટે મોટી સંખ્યામાં લોકો કાર લે છે અને ત્યારબાદ લોનને ઇએમઆઇના રૂપમાં દર મહિને ધીમે ધીમે પરત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન સંપૂર્ણપણે ચૂકવો તે પહેલાં કાર ચોરી થઇ જાય તો શું થશે? શું આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિને ઇએમઆઇ ચૂકવવી પડશે અથવા પછી તેને ઇએમઆઇમાંથી છુટકરો મળશે?
આ વાતને લઇને ઘણા બધા લોકો કંફ્યૂજ થઇ શકે છે. પરંતુ તેનો જવાબ છે કે જે લોન તમે લીધી છે તે તમારે ચૂકવવી પડશે. એટલે કે જો તમારી કાર ચોરી પણ થઇ જાય છે ત્યારે પણ લોન ચૂકવવી પડશે. જોકે આવી સ્થિતિમાં ઇંશ્યોરેન્સ ક્લેમ તમારા કામ આવી શકે છે.
જોકે જ્યારે વિમા પોલિસી લો છો તો તેમાં ઇંશ્યોરેન્સ કંપનીને ખબર હોય છે કે તમારી કાર પર લોન છે કે નથી કારણ કે જે કાર લોન લીધી હોય છે, તેની આરસી પર લોન આપનાર બેંકનું નામ લખેલું હોય છે. તો જો કાર ચોરી થઇ જાય છે તો વીમા કંપની તમને ક્લેમના આધારે પહેલાં બેંકને લોનના પૈસા આપી દે છે. જોકે જો તમારો ક્લેમ રિજેક્ટ થઇ જાય છે તો લોનના પૈસા તમારે ચૂકવવા પડશે. જો તમે આમ નથી કરતા તો બેંક તમારા કાર્યવાહી કરી શકે છે અને પેનલ્ટી પણ લગાવી શકે છે.
આ પણ વાંચો
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે