સરકારનું સ્પષ્ટીકરણ, વિદેશમાં NRIની કમાણી પર ભારતમાં નહીં લાગે ટેક્સ

સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે, કોઈ એવા ભારતીય નાગરિકના મામલામાં, જે આ પ્રસ્તાવિત જોગવાઈ હેઠળ ભારતનો માનદ નાગરિક બની જાય છે, તેના દ્વારા ભારતથી બહાર કરેલી આવક પર ભારતમાં કર નહીં લગાવવામાં આવે.
 

સરકારનું સ્પષ્ટીકરણ, વિદેશમાં NRIની કમાણી પર ભારતમાં નહીં લાગે ટેક્સ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નોન રેસિડેન્ટ ઈન્ડિયન (NRI) દ્વારા વિદેશમાં કરેલી આવક પર ભારતમાં કર આપવાની બજેટમાં કરેલી જોગવાઈ પર સ્પષ્ટીકરણ જારી કર્યું છે. સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે, કોઈ એવા ભારતીય નાગરિકના મામલામાં, જે આ પ્રસ્તાવિત જોગવાઈ હેઠળ ભારતનો માનદ નાગરિક બની જાય છે, તેના દ્વારા ભારતથી બહાર કરેલી આવક પર ભારતમાં કર નહીં લગાવવામાં આવે, જ્યાં સુધી તે કોઈ ભારતીય કારોબાર કે નોકરીથી ન થઈ હોય. જો જરૂર પડી તો કાયદાસંબંધિત જોગવાઈમાં જરૂરી સ્પષ્ટીકરણ સામેલ કરવામાં આવશે. 

ફાઇનાન્સ બિલ 2020માં પ્રસ્તાવ
ફાઇનાન્સ બિલ, 2020માં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે કોઈ ભારતીય નાગરિકને ભારતમાં નિવાસી માનવામાં આવશે, જો તે કોઈ દેશ કે અધિકાર ક્ષેત્રમાં કર લગાવવા માટે જવાબદાર નથી. આ એક દુરુપયોગને રોકવાની જોગવાઈ છે, કારણ કે તેવું સામે આવ્યું છે કે કેટલાક ભારતીય નાગરિક ભારતમાં કર ચુકવવાથી બચવા માટે ઓછા કર કે કર વગરના અધિકાર ક્ષેત્રમાં પોતાનું રહેવાનું સ્થાણાંતરિત કરી લે છે. 

ટેક્સચોરો પર નિશાન
સરકારનું આ સ્પષ્ટીકરણ ફાઇનાન્સ બિલ 2020ના પ્રસ્તાવ બાદ આવ્યું છે. પ્રસ્તાવ પ્રમાણે, દરેક ભારતીય નાગરિક જે પોતાના નિાસ કે પ્રવાસને કારણે કોઈ અન્ય દેશમાં કર આપવા માટે પાત્ર નથી, તેને પ્રવાસી ભારતીય માનવામાં આવશે અને તેથી તેણે વિદેશમાં કરેલી કમાણી ભારતમાં કર યોગ્ય હશે. સરકાર દ્વારા જારી અખબારી યાદી અનુસાર, આ એક એન્ટી અબ્યૂઝ પ્રોવિઝન (દુરૂપયોગ વિરોધી જોગવાઈ) છે, કારણ કે તે જોવા મળ્યું છે કે કેટલાક ભારતીય નાગરિક ભારતમાં ટેક્સ આપવાથી બચવા માટે ઓછો ટેક્સ કે ટેક્સ ન લેતા દેશમાં પોતાનું નિવાસ સ્થાણાંતરીત કરી લે છે. 

ખોટી છે વ્યાખ્યા
અખબારી યાદી પ્રમાણે, નવી જોગવાઈનો ઉદ્દેશ્ય તે ભારતીય નાગરિકોને ટેક્સ હેઠળ લાવવાનો નથી, જે અન્ય દેશોમાં કાયદાકીય રૂપે કામ કરે છે. નવી જોગવાઈની વ્યાખ્યા તે પ્રકારની છબીનું નિર્માણ કરવા માટે કરવામાં આવી રહી છે જે ભારતીય મધ્ય-પૂર્વ સહિત અન્ય દેશોમાં વાસ્તવિક શ્રમિક છે અને જે તે દેશોમાં કરના જવાબદાર નથી, તેના પર ભારતમાં તે આવક પર કર લગાવવામાં આવશે, જે તેણે ત્યાં કમાઇ છે. આ વ્યાખ્યા યોગ્ય નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news