Lockdown 2: તમામ ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય ઉડાનો 3 મે સુધી રદ, DGAC એ કરી જાહેરાત

કોરોના વાયરસ  (Coronavirus) સંકટના લીધે દેશભરમાં 21 દિવસથી લાગૂ લોકડાઉનને વધારીને હવે ત્રણ મે સુધી કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ કોરોના વાયરસ વિરૂદ્ધ દેશની જંગ વધુ લાંબી ચાલશે.

Lockdown 2: તમામ ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય ઉડાનો 3 મે સુધી રદ, DGAC એ કરી જાહેરાત

નવી દિલ્હી: કોરોના વાયરસ  (Coronavirus) સંકટના લીધે દેશભરમાં 21 દિવસથી લાગૂ લોકડાઉનને વધારીને હવે ત્રણ મે સુધી કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ કોરોના વાયરસ વિરૂદ્ધ દેશની જંગ વધુ લાંબી ચાલશે.

પીએમ મોદીની જાહેરાત બાદ રેલવે દ્વારા નિવેદન આવ્યું કે તમામ પેસેન્જર ટ્રેન લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી બંધ રહેશે. ત્યારબાદ હવે Directorate General of Civil Aviation (DGAC)એ જાહેરાત કરી છે કે તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 મે રાત્રે 11:59 સુધી બંધ રહેશે. એટલે 3 મે સુધી કોઇ પેસેન્જર ટ્રેન અને ફ્લાઇટ્સ ચાલશે નહી.

આ પહેલાં ભારતીય રેલવેએ 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત IRCTC એ પહેલાં જ પોતાની 3 પ્રાઇવેટ ટ્રેનનું બુકિંગ્સ 30 પેરિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ ત્રણ ટ્રેન વારાણસી-ઇન્દોર રૂટ પર ચાલનાર કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉ-નવી દિલ્હી તેજર અને અમદાવાદ-મુંબઇ તેજસ છે. 

ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, પીએમ મોદીએ 21 દિવસથી ચાલી રહેલા લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી. સાથે જ પીએમએ પણ કહ્યું કે આ વખતે લોકડાઉનનું પાલન વધુ સખતાઇપૂર્વક કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે મારી તમામ દેશવાસીઓને પ્રાર્થના છે કે કોરોનાને આપણે કોઇપણ કિંમતે નવા વિસ્તારમાં ફેલાતો અટકાવવાનો છે.  

આ પહેલાં પીએમ મોદી 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલના રોજ એટલે કે આજે પુરૂ થઇ રહ્યું છે, પરંતુ દેશમાં વધતા જતા કેસની સંખ્યાને જોતાં લોકડાઉનને આગળ વધારવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news