7th Pay Commission: કર્મચારીઓના DA Hike પર મોટું અપડેટ, મોંઘવારી ભથ્થામાં થયો 3% નો વધારો, સરકારે ટ્વીટ્ દ્વારા કરી જાહેરાત

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અત્યારે 34% ટકા છે. એટલે કે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જેટલું મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે.

7th Pay Commission: કર્મચારીઓના DA Hike પર મોટું અપડેટ, મોંઘવારી ભથ્થામાં થયો 3% નો વધારો, સરકારે ટ્વીટ્ દ્વારા કરી જાહેરાત

DA Hike UP: સરકારી કર્મચારીઓ માટે જોરદાર ખુશખબરી છે. સરકારે કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. કર્મચારીઓને લાંબા સમયથી ડીએ વધારાની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ એ નક્કી ન હતું કે સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરશે. સરકારે ટ્વીટ કરી આ વધારાની જાણકારી આપી છે. એટલે કે આ મહિના આવનાર સેલરી આવશે. 

સરકારે આપી જાણકારી
જોકે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય કર્મચારીઓ માટે યોગી સરકારે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે રાજકર્મીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ ( UPCM myogiadityanath) એ રાજ્ય કર્મચારીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખતાં 1 જાન્યુઆરી 2022 થી મોંઘવારી ભથ્થું તથા મોંઘવારી રાહતની દર 31% થી વધારીને 34% કરી દીધું છે. એટલે કે હવે કર્મચારીઓની સેલેરીમાં વધારો થઇ ગયો છે. 

Cheap & Best Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, નજીવા ખર્ચમાં દોડશે આટલા કિમી

કેન્દ્રીય કર્મચારીઓના બરાબર થયું ડીએ
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અત્યારે 34% ટકા છે. એટલે કે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જેટલું મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે. તમને જણાવી દઇએ કે આ જાહેરાત અંતગર્ત કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022 થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનો લાભ મળશે. 

કેન્દ્રીય કર્મચારીઓને DA વધારાની રાહ
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ આ મહિનાના અંત સુધી વધારાની જાહેરાત થઇ શકે છે. જોકે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું  AICPI ના આંકડા પર નિર્ભર કરે છે. જૂન સુધીના AICPI ના આંકડા આવી ગયા છે, જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી થઇ ગયું છે. પરંતુ હજુ સુધી જાહેરાત થઇ નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news