વર્ષના પહેલા જ દિવસે જાહેર થયા અર્થવ્યવસ્થાને જબરદસ્ત ફાયદો થાય એવા સમાચાર
આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને ટેકો આપે એવા એક જબરદસ્ત સારા સમાચાર મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : અર્થવ્યવસ્થાના મોરચે તમામ નકારાત્મક સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને ટેકો આપે એવા એક જબરદસ્ત સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે.
જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે વર્ષ 2019ના અંતિમ મહીનામાં કુલ જીએસટી કલેક્શન 1,03,184 કરોડ રૂપિયા રહ્યું છે. નવેમ્બરમાં પણ જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ઓક્ટોબર મહીનામાં આ આંકડો 95,380 કરોડ રૂપિયા હતું. કુલ જીએસટીમાં કેન્દ્રીય જીએસટીનું કલેક્શન 19,962 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટીથી વસૂલી 26,792 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યા છે. એકીકૃત જીએસટીથી વસૂલી 48,099 કરોડ રૂપિયા તથા ઉપકરથી 8331 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા.
GST December collections jump by 16 pc year-on-year to Rs 1.03 lakh crore
Read @ANI story | https://t.co/dDyQEFGh4Z pic.twitter.com/kixft3YZU5
— ANI Digital (@ani_digital) January 1, 2020
નોંધનીય છે કે સરકારે જીએસટી કલેક્શનને વધારવા માટે પ્રયાસો વધારે મજબૂત બનાવી દીધા છે. આ આવક વધારવા માટે નવા આઇડીયા આપવા તેમજ જીએસટી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને શામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય સરકાર ટેક્સ ચોરીની વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે તેમજ જે લોકો નકલી બિલના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવી રહ્યા છે તેમની વિરુદ્ધ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે