શું ફરી વધશે ITR ફાઇલિંગની ડેટ? આ સીએમએ નાણા મંત્રીને કરી અપીલ
તમને જણાવી દઇએ કે સીબીડીટીએ જુલાઇમાં રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી હતી. આ પહેલાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિ તારીખ 31 જુલાઇ હતી.
Trending Photos
નવી દિલ્હી: સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ જુલાઇના અંતિમ અઠવાડિયામાં નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી હતી. હવે ફરી એકવાર ઇનકમ ટેક્સ અને જીએસટી ફાઇલિંગની અંતિમ તારીખ વધી શકે છે. જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડનવીસે નાણામંત્રી નિર્મલા સીતારમણને આઇટીઆર ફાઇલિંગ અને જીએસટી રિટર્નની અંતિ તારીખ ફરી એકવાર વધારવાની ભલામણ કરી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફડણવીસની માંગને ધ્યાનમાં રાખીને અંતિમ તારીખને વધારવામાં આવે.
પહેલાં એક મહીનો વધારી હતી અંતિમ તારીખ
તમને જણાવી દઇએ કે સીબીડીટીએ જુલાઇમાં રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી હતી. આ પહેલાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિ તારીખ 31 જુલાઇ હતી. ઇંડિવિજુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને વધારવામાં આવે. આ ઉપરાંત સીબીડીટીએ એમ્પ્લોયર (કંપની)ને પણ આપતાં ટીડીએસ રિટર્ન ભરવાની તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 ઇશ્યૂ કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી હતી.
5000 દંડ સાથે 31 ડિસેમ્બર સુધી ભરી શકશો
હાલના નિયમ અનુસાર 31 ઓગસ્ટ બાદ 31 ડિસેમ્બર સુધી આઇટીઆર ફાઇલ કરાવતાં 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 1 જાન્યુઆરી 2020 થી 31 માર્ચ 2020 સુધી રિટર્ન ફાઇલ કરાવતાં 10 હજાર રૂપિયાના દંડ સાથે આઇટીઆર ફાઇલ થશે. આ વર્ષે ફોર્મ 16ને અપડેટ કરવામાં આવ્યું છે. હવે આ ફોર્મમાં ઘણી અન્ય જાણકારીઓને સામેલ કરવામાં આવી છે. આરટીઆર ફોર્મમાં હવે સેલરી ઉપરાંત, ફિકસ્ડ ડિપોઝિટ વડે મળનાર વ્યાજ અને ટીડીએસ ડીટેલ્સ પણ ભરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે