બેંકમાં પડેલા રૂપિયાથી આ રીતે ઘરેબેઠા કરો કમાણી, ટેક્સ પણ નહી લાગે અને વ્યાજ પણ મળશે
Earn extra Income: કહેવાય છે કે પૈસા કમાવા માટે જોખમ તો લેવું પડે છે. જો તમે તમારા બેન્ક ખાતામાં પૈસા જમા રાખતા હોવ તો તમે આ પૈસાથી વધારાની કમાણી કરી શકો છો. બસ આ માટે તમારે થોડું જોખમ લેવું પડશે. જાણો વધારાની કમાણી કરવા માટે મહત્વની વિગત...તમારા માટે આ ટિપ્સ ઘણી અગત્યની છે.
Trending Photos
know how to Earn extra money: તમને જાણીને નવાઈ લગાશે પણ શું તમે તમારા બચત બેંક ખાતામાં મોટી રકમ રાખો છો? બેંકો થાપણો પર ખૂબ જ ઓછું (3-4%) વ્યાજ ચૂકવે છે. કેટલીક બેંકો 6થી 7% વ્યાજ ઓફર કરે છે, પરંતુ એ માટે ખાતામાં એક લાખ રૂપિયાથી વધારે હોવા એ જરૂરી છે. તમારા બેંક ખાતામાં પડેલા પૈસા સુરક્ષિત રહી શકે છે અને ચોક્કસ વ્યાજ પણ મળી રહે છે. જેના પર કોઈ ટેક્સ નથી. જે તમને ફાયદો કરાવી શકે છે.
બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું
પરંતુ હાલમાં બજારમાં તેજી આવી રહી છે અને બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે, ત્યારે તમે ઊંચું વળતર મેળવવાની અને પૈસા કમાવવાની તક ગુમાવી શકો છો. જો કે, વધારાના નાણાંનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું તેની પાછળ બે મહત્વપૂર્ણ પરિબળો છે. પ્રથમ તમારી જોખમની ભૂખ છે અને બીજું એ છે કે તમે તમારા પૈસા કેટલા જલ્દી પાછા મેળવવા માંગો છો. એ રીતે તમે પ્લાનિંગ કરશો તો તમને મોટો ફાયદો થશે.
ત્રણથી છ મહિના માટે
બેંક ખાતામાં પૈસા છોડી દો કારણ કે સમયમર્યાદા ખૂબ જ ટૂંકી છે. સ્વીપ-ઇન બેંક એકાઉન્ટ્સ આવી પરિસ્થિતિઓ માટે સૌથી યોગ્ય છે. આ હેઠળ, ચોક્કસ મર્યાદાથી વધુની રકમ ફિક્સ ડિપોઝિટમાં જાય છે. આવી સ્થિતિમાં સામાન્ય કરતાં વધુ વ્યાજ મળે છે. જેના કારણે તમને લાભ રહેશે.
એકથી બે વર્ષ માટે
આ સમયગાળો ઇક્વિટીમાં રોકાણ કરવા માટે પૂરતો નથી. આ કિસ્સામાં ટૂંકા અને મધ્યમ ગાળાના ડેટ ફંડ્સ પસંદ કરો. વર્તમાન ઉચ્ચ બોન્ડ યીલ્ડ સૂચવે છે કે આ ફંડ્સ આગામી 12-18 મહિનામાં સારું વળતર આપવા માટે તૈયાર છે. તમે ટાર્ગેટ ડેટ ફંડ્સ પણ પસંદ કરી શકો છો, જેની નિશ્ચિત પાકતી તારીખ હોય છે. આ આગામી એકથી ત્રણ વર્ષમાં લગભગ 7-7.5% વળતર આપશે.
ત્રણથી ચાર વર્ષ માટે
જો તમારી પાસે લાંબા ગાળાના રોકાણનો અવસર છે તો તેનો અર્થ એ કે તમે થોડું જોખમ લઈ શકો છો. આ તે છે જ્યાં ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ, જેને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કામમાં આવશે. આ ફંડ્સ બજારના સ્તરના આધારે તેમના એસેટ મિશ્રણમાં ફેરફાર કરે છે. ઘણા નિષ્ણાતો માને છે કે યુવા રોકાણકારો ઊંચું જોખમ લઈ શકે છે અને સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સ જેવી હાઈ રિસ્ક સંપત્તિમાં રોકાણ કરી શકે છે. પરંતુ આ સંપૂર્ણપણે યોગ્ય નથી. જો રોકાણનો સમય એક કે બે વર્ષથી ઓછો હોય તો પછી તમે 25 કે 45 કે 65 વર્ષના હોવ તો પણ ઇક્વિટીમાં રોકાણ કરવા માટે સખત રીતે ના પાડો. ચાલો આવા કેટલાક વિકલ્પો પર વિચાર કરીએ જેમાં તમે તમારા કાર્યક્ષેત્રના આધારે રોકાણ કરીને મોટી કમાણી કરી શકો છો.
પાંચથી છ વર્ષથી વધુ સમય માટે
જો રોકાણનો સમય પાંચ વર્ષથી વધુ હોય તો વ્યક્તિ આરામથી ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકે છે. જોકે, એક જ વારમાં મોટી રકમનું રોકાણ કરવું એ સારો વિચાર નથી. નાણાને ટૂંકા ગાળાના ડેટ ફંડ્સમાં મૂકો અને ઇક્વિટી ફંડ્સમાં સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન શરૂ કરો. તમારા પૈસા ડેટ ફંડમાં 7-7.5% ના દરે વધે છે અને ધીમે ધીમે ઇક્વિટી ફંડ્સમાં ટ્રાન્સફર થાય છે.
- અમે ફક્ત માહિતી આપી રહ્યાં છીએ, રોકાણની સલાહ નહીં એટલે આપ આપના જોખમે રિસ્ક લઈ આગળનો નિર્ણય કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે