કડકનાથ મરઘીથી ચમકી ગયું ખેડૂતનું ભાગ્ય, એક વર્ષમાં કરી 25 લાખની કમાણી, તમે પણ જાણો આઇડિયા

Business Idea: ક઼ડકનાથ મરઘી (Kadaknath Murga) નો સૌથી વધુ કારોબાર મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કરવામાં આવે છે. તેનું માંસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કડકનાથ મરઘીનું માંસ સૌથી વધુ વેચાઈ છે. 

કડકનાથ મરઘીથી ચમકી ગયું ખેડૂતનું ભાગ્ય, એક વર્ષમાં કરી 25 લાખની કમાણી, તમે પણ જાણો આઇડિયા

નવી દિલ્હીઃ Business Idea: ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર જિલ્લાના સત્યપાલ સિંહ નામના એક પ્રગતિશીલ કિસાન હતા. એગ્રીકલ્ચરમાં સ્નાતક કર્યા બાદ તેમણે નોકરી માટે ખુબ પ્રયાસ કર્યો, પરંતુ તે નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યાં. ત્યારબાદ તે ખેતીના ધંધામાં લાગી ગયા. આવક વધારવા માટે તેમણે કડકનાથ મુરઘી (Kadaknath Murga)ની સાથે પોલ્ટ્રી ફાર્મિંગ (Poulty Farming) નું કામ શરૂ કર્યું. પોલ્ટ્રી ફાર્મિંગથી તેમનું ભાગ્ય ચમકી ગયું અને હવે તે લાખોની કમાણી કરી રહ્યાં છે. 

તેણે પોલ્ટ્રી ફાર્મનું કામ શરૂ કરતા પહેલા બે મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી. ખેતી કરતા હતા ત્યારે જ્યારે તેમને એગ્રી-ક્લીનિક અને એગ્રી-બિઝનેસ સેન્ટર યોજના વિશે જાણ થઈ, ત્યારે તેઓ તેમાં જોડાઈ ગયા. તેઓ CARD, મુઝફ્ફરનગર ખાતે આયોજિત આંત્રપ્રિન્યોરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયા હતા. અહીંથી ટ્રેનિંગ લીધા બાદ તેણે સત્યપાલ પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે કડકનાથ મુરઘીની દુનિયાભરમાં અલગ ઓળખ છે. તેનો કારોબાર સૌથી વધુ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં તેને કાળી માસી કહેવામાં આવે છે. તેનો માંસ સ્વાસ્થ્ય માટે સારૂ માનવામાં આવે છે. ઔષધીય ગુણોને કારણે કડકનાથ મુરઘીની માંગ વધુ રહે છે. કડકનાથ મુરઘી અને મુરઘીનો રંગ કાળો, માંસ કાળુ અને લોહી પણ કાળુ હોય છે. 

10 લાખ રૂપિયાની લોન લઈ શરૂ કર્યો બિઝનેસ
બે મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ સત્યપાલે પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું હતું. તેમણે મુજફ્ફરનગર જિલ્લાની પંજાબ નેશનલ બેન્ક બ્રાન્ચમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેનાથી તેમણે 5000 બોયલર બર્ડની યુનિટ લગાવી. પોલ્ટ્રી ફાર્મમાં સત્યપાલે ફીડ મેનેજમેન્ટ, સમય પર વેક્સીનેશન, પાણીની સપ્લાય, હવા અને તડકાની વ્યવસ્થા કરી. તેનું કહેવું છે કે પોલ્ટ્રી શેડમાં સારા હાઇઝીન માહોલથી મુરઘીને સારા ગ્રોથમાં મદદ મળે છે અને તેનું વજન ઝડપથી વધે છે. તેમણે કડકનાથ મુરઘીની સાથે પોલ્ટી ફાર્મ શરૂ કર્યું છે.

એક વર્ષમાં 25 લાખની કમાણી
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન પ્રમાણે સત્યપાલના પોલ્ટ્રી ફાર્મનું ટર્નઓવર 25 લાખ રૂપિયા છે. તેની સાથે 10 ગામના 150થી વધુ કિસાનો જોડાયેલા છે. પોલ્ટ્રી ફાર્મિંગ, લોકલ બ્રીડ માટે બેકયાર્ડ પોલ્ટ્રી અને કન્સલ્ટેન્સીનું કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news